વેજીટેબલ બટર પુલાવ (Vegetable Butter Pulao Recipe In Gujarati)

Juhi Shah
Juhi Shah @cook_27767850
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. રાઈસ બોઇલ માટે :
  2. 1 વાટકીચોખા
  3. 3-4 વાટકીપાણી
  4. મીઠું
  5. તેલ
  6. 1તજ
  7. 1લવિંગ
  8. 1/2 કપવટાણા, મકાઈ
  9. રાઈસ વઘારવા માટે :
  10. 2-3 ચમચીબટર
  11. 2 નંગટામેટું, ડુંગળી
  12. 1 નંગકેપ્સીકમ
  13. 1 નંગગાજર
  14. 1/2 ટુકડોઆદું
  15. 5-6 નંગલસણ
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1/2 ચમચીહળદર
  18. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  19. 1 ચમચીધાણજીરું પાઉડર
  20. 1 ચમચીગરમ મસાલો
  21. સ્વાદ અનુસારમીઠું
  22. 1/2 ચમચીખાંડ
  23. 1/2 ચમચીલીંબુનો રસ
  24. કોથમીર પાન

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાઈસ ને ધોઈ ને 15 મિનિટ માટે પલાળી ત્યારબાદ પેન માં પાણી મીઠું તેલ નાખી થોડું ગરમ પાણી થાય એટલે રાઈસ વટાણા મકાઈ તજ લવિંગ રાઈસ બોઈલ કરો.

  2. 2

    રાઈસ બોઈલ થઈ જાય એટલે ઝીણો કાણા વાળું વાસણમાં કાઢી લો ત્યારબાદ રાઈસ માં ઉપર થી ઠંડુ પાણી રેડો એટલે એકદમ છૂટા થઈ જશે ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો.

  3. 3

    બધા વેજિટેબલ કટ કરી રેડી કરો. એક પેન માં બટર મૂકી ગરમ થાય એટલે જીરૂં નાખી આદું લસણ ની પેસ્ટ નાખી 1મિનિટ સાતડો. ત્યારબાદ ડુંગળી એડ કરો.

  4. 4

    ડુંગળી સોફ્ટ થાય એટલે ટામેટુ,કેપ્સીકમ ગાજર મીઠું ખાંડ નાખી 5 મિનિટ ઢાંકી દો.

  5. 5

    હવે કાશ્મીરી મરચું પાઉડર નાખી લો એટલે સરસ કલર આવી જાય રાઈસ માં ત્યારબાદ લાલ મરચું પાઉડર હળદર ધાણજીરું પાઉડર ગરમ મસાલો નાખી લો.

  6. 6

    હવે રાઈસ એડ કરી 5 મિનિટ ઢાંકી દો. ત્યારબાદ ઝીણી સમારેલી કોથમીર એડ કરો.

  7. 7

    રાઈસ ને સર્વિગ પ્લેટ માં લઈ ગરમાં ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juhi Shah
Juhi Shah @cook_27767850
પર

Similar Recipes