દૂધી ગાંઠિયા નું શાક (Dudhi Ganthiya Shak Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ જણ
  1. ૨ વાટકો ચણાનો લોટ
  2. ૧ ચમચીઅજમો
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીમરચા નો ભુક્કો
  5. ૧ ચમચીમીઠું
  6. ૨૫૦ ગ્રામ દૂધી કટકા કરી બાફેલી
  7. ૧ ચમચીરાઈ
  8. ૧ ચમચીજીરું
  9. ૧ ચમચીહળદર,
  10. ૧ ચમચીમરચા નો ભુક્કો
  11. ૧ ચમચીમીઠું
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૨ ચમચા તેલ
  14. ૬ કળી લસણ છુંદી ને

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ચણાનો લોટ લઈ તેમાં અજમો, મીઠું, હળદર, મરચા નો ભુક્કો ઉમેરી થોડું પાણી ઉમેરી લોટ બાંધી લેવો. પછી સંચા થી ગાંઠિયા પાડી લેવા..

  2. 2

    બીજા બાજુ લોયા માં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હળદર, મરચા નો ભુક્કો, મીઠું, છુંદેલુ લસણ, ગરમ મસાલો ઉમેરવા..

  3. 3

    બાફેલી દુધી વધાર માં ઉમેરી થોડી વાર થવા દેવું.. પછી પાણી માં બાફેલા ગાંઠિયા ઉમેરી સરખું ઉકળી લેવું..

  4. 4

    ગરમ સર્વ કરવું.... આ શાક રોટલા, પરોઠા સાથે સવॅ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

ટિપ્પણીઓ

Similar Recipes