તુરિયાની છાલ નું શાક (Turiya Chhal Shak Recipe In Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad

તુરીયા એ એવું શાક છે જેમાં ભરપૂર પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ટેસ્ટ માં થોડું તૂરું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. તો સાથે એની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તુરીયા ના છાલ નું શાક લીલા મરચા સાથે બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જ જાય છે અને સરસ લાગે છે.
આ શાક ખાલી તેલ માં પાણી વગર બનતું હોવાથી લાંબા સમય સુધી પણ રહી શકે છે જલ્દી બગડતું નથી.

#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#cookwithunnati

તુરિયાની છાલ નું શાક (Turiya Chhal Shak Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

તુરીયા એ એવું શાક છે જેમાં ભરપૂર પ્રમાણ માં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. ટેસ્ટ માં થોડું તૂરું લાગે પણ એ સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી છે. તો સાથે એની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તુરીયા ના છાલ નું શાક લીલા મરચા સાથે બનાવવાથી તેનો ટેસ્ટ એકદમ બદલાઈ જ જાય છે અને સરસ લાગે છે.
આ શાક ખાલી તેલ માં પાણી વગર બનતું હોવાથી લાંબા સમય સુધી પણ રહી શકે છે જલ્દી બગડતું નથી.

#cookpadindia
#cookpadgujarati
#cookpad_gu
#cookwithunnati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ તુરીયા ની કાઢેલી છાલ
  2. લીલું મરચું - ઉભું લાબું સમારેલું
  3. ૨ tspતેલ
  4. ૧ tspજીરું
  5. ૧ tspહિંગ
  6. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ૨૫૦ ગ્રામ તુરીયા ને ધોઈ ને તેની છાલ પિલર ની મદદ થી કાઢી લો. અને તેના નાના પીસ કરો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી ને તેમાં જીરું, હિંગ અને લીલા મરચા નો વઘાર કરો. ૧ મિનિટ સુધી સાંતળી ને તુરિયાની છાલ ના પીસ અને મીઠું પણ ઉમેરો અને બરાબર હલાવી લો. ૫-૭ મિનિટ સુધી સાંતળવા દો. સાંતળાઈ જાય એટલે ગેસ પર થી ઉતારી લો.

  3. 3

    રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes