ભીંડા નું લોટવાળુ શાક (Bhinda Lot Valu Shak Recipe In Gujarati)

Rima Shah
Rima Shah @rima_03121972

ભીંડા નું લોટવાળુ શાક (Bhinda Lot Valu Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનીટ
૪ વ્યકિત
  1. ૫૦૦ ગ્રામ ભીંડા
  2. ૫-૬ ચમચી તેલ
  3. ૧ ચમચી મેથી
  4. ૧ ચમચી અજમો
  5. ૧/૨ ચમચી હિંગ
  6. ૧ ચમચી હળદર
  7. ૨ ચમચી મરચુ
  8. ૨ ચમચી ધાણાજીરુ
  9. ૧ ચમચી ગરમ મસાલો
  10. ૩-૪ ચમચી સીંગદાણાનો ભૂકકો
  11. ૬-૭ ચમચી ચણાનો લોટ
  12. સ્વાદ મુજબ મીઠુ
  13. ચપટી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ધોઈ તેને કોરા કરી સમારી લેવા.

  2. 2

    ગેસ ઉપર તવો મૂકી તેમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં મેથી અજમો અને હીંગ નાંખી સમારેલા ભીંડા નાંખી સ્વાદ મુજબ મીઠુ અને હળદર ઉમેરી બરાબર હલાવી ૫-૭ મિનીટ માટે ચડવા દો.

  3. 3

    ચઢી જાય એટલે તેમાં ચણાનો લોટ અને ઉપર બતાવેલ બાકી ઘટકો ઉમેરી બરાબર હલાવી ૨-૩ મિનીટ રહેવા દો.

  4. 4

    આમ સ્વાદદાર ભીંડાનું લોટ વાળુ શાક ખાવા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rima Shah
Rima Shah @rima_03121972
પર

Similar Recipes