મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_30015732

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hr
5 વ્યક્તિ
  1. 250 ગ્રામભીંડા
  2. 1 નંગડુંગળી
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 3 નંગટામેટાં
  5. 2-3 નંગલીલા મરચાં
  6. ટુકડોઆદુ નો
  7. ધાણા
  8. 3-4 ચમચીચણાનો લોટ
  9. 1 નાની વાટકીજેટલુ સરસવ નુ તેલ(બીજુ તેલ લઈ શકો)
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 1 નાની વાટકીજેટલુ દહીં
  12. હળદર
  13. ગરમ મસાલો
  14. 1 ચમચીકસૂરી મેથી
  15. 1 ચમચીલાલ નોર્મલ મરચું
  16. 2-3 ચમચીલાલ કાશ્મીરી મરચું
  17. મીઠું

રાંધવાની સૂચનાઓ

1hr
  1. 1

    નાની સાઈઝના સીધા ભીંડા લેવા. ધોઈ એકદમ કોરા કરી લેવા અને સુધારી વચ્ચે કાપો પાડી લેવો. ભીંડા આખા જ રાખવા. હવે આ ભીંડા ને જરાક મીઠું લીબું અને હળદર થી રગદોળી દેવા.

  2. 2

    હવે એક કળાઈ મા ચણા નો લોટ કોરો જ શેકી લેવો. અને એક વાટકી મા કાઢી લેવો. પછી એજ કળાઈ મા તેલ રેડવું અને હળદર મીઠું અને લીબું થી રગદોળેલા ભીંડા ને સેલો ફ્રાય કરી લેવુ.

  3. 3

    અને વાટકા મા તેલ નીતારી કાઢી લેવા. પછી ડુંગળી ઝીણી કટ કરવી. અને ટામેટાં મરચાં અને આદુ ને મિક્ષર મા ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી હવે
    એજ કળાઈ એજ તેલ મા જીરુ અને હીંગ નો વધાર કરવો અને કટ કરેલી ડુંગળી સાતળવી.. અને લસણ એડ કરી ફરી થોડુંક સાતળી લેવુ.

  4. 4

    હવે ચણા નો લોટ એડ કરી બધા જ સ્પાયસી મસાલા નાંખી બરાબર હલાવવુ.. તરત જ ટામેટાં મરચાં અને આદુ ની ક્રશ કરેલી પેસ્ટ એડ કરી હલાવવુ.

  5. 5

    થોડુંક પાણી એડ કરવુ અને બરાબર હલાવી લેવુ. હવે દહીં એડ કરો અને કરી માથી તેલ છૂટું પડે ત્યાં સુધી રાખો.

  6. 6

    પછી સેલો ફ્રાય કરેલા ભીંડા નાખી દો. અને 10 મિનિટ સુધી હલાવી ધીમા તાપે ગેસ પર રહેવા દો. હવે ધાણા નાખી દો.

  7. 7

    ગરમ ગરમ એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Patel
Amita Patel @cook_30015732
પર

Similar Recipes