મીની ઇડલી વઘારેલી (Mini Idli Vaghareli Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#PS
આ ઈડલી સ્વાદમાં બહુ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો માટે
  1. ખીરું બનાવવા માટે
  2. ૨ વાડકીઉકડા ચોખા
  3. 1 વાટકીઅડદની દાળ
  4. 1મુઠ્ઠી જાડા પૌવા
  5. જરૂર મુજબ પાણી
  6. સ્વાદમુજબ મીઠુ
  7. વઘાર માટે
  8. 2 ચમચીતેલ
  9. 1/4 ચમચી હિંગ
  10. 1/4 ચમચી રાઈ
  11. 1લીલુ મરચું
  12. 4 થી 5લીમડાના પાન
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. ગાર્નિશીંગ માટે બારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દાળ ચોખા પૌવા પાણીમાં ધોઈ જરૂર મુજબ પાણી ઉમેરી આખી રાત પલાડી રાખો

  2. 2

    ત્યારબાદ તેને મિક્સરમાં બારીક પીસી લો

  3. 3

    ત્યારબાદ પાંચથી છ કલાક આથો આવવા દો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરી ખીરું બનાવો

  4. 4

    ત્યાર બાદ એક ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી તેમાં ખીરું નાખી વરાળે દસથી પંદર મિનિટ માટે ચઢવા દો

  5. 5

    ત્યારબાદ ઈડલીના સ્ટેન્ડ ને પાંચથી દસ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યારબાદ મદદથી ઈડલી કાઢી લો

  6. 6

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં હિંગ રાઈ લીમડો મરચું ઉમેરી બે મિનિટ માટે દવા ત્યારબાદ તેમાં ઉમેરી ૧ ચમચી લાલ મરચું પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો

  7. 7

    હવે આપણે ટેસ્ટી મીની વઘારેલી ઈડલી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes