તડકા છાયા નો છુંદો (Chundo Recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

તડકા છાયા નો છુંદો જેને આપણે ગળ્યું ખમણ કહીએ છીએ તે નાના બાળકો અને મોટા બધાને પસંદ આવે છે આ રીતે બનાવીએ તો આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ.

તડકા છાયા નો છુંદો (Chundo Recipe in Gujarati)

તડકા છાયા નો છુંદો જેને આપણે ગળ્યું ખમણ કહીએ છીએ તે નાના બાળકો અને મોટા બધાને પસંદ આવે છે આ રીતે બનાવીએ તો આખું વરસ આપણે સ્ટોર કરી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોરાજાપુરી કેરી
  2. ૧ કિલોખાંડ
  3. ૧ સ્પૂનમીઠું
  4. ૧ સ્પૂનહળદર
  5. ૨ સ્પૂનકાશ્મીરી મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઈ, છાલ કાઢી અને ખમણી લેવી પછી તેમાં હળદર, મીઠું નાખી મિક્સ કરી લેવું. પછી ૧ કલાક સુધી ઢાંકીને મૂકી દેવું

  2. 2

    હવે હળદર મીઠા નો જે પાણી થયું છે તે એમ જ રહેવા દેવું માપ પ્રમાણે તેમાં ખાંડ ઉમેરવી ખાંડ મે દળેલી લીધી છે તેથી તરત જ ઓગળી જાય. જો તમારે રસો વધારે કરવો હોય તો હળદર મીઠા વાળું પાણી કાઢો નહીં અને જો પાણી વધારે લાગતું હોય તો થોડું પાણી કાઢી પણ શકો છો

  3. 3

    ખાંડ મિક્સ કરી બરાબર હલાવી તપેલાને કપડું ઢાંકી અને ચાર કલાક માટે સાઈડમાં રાખી દેવું ત્યારબાદ તેને તડકામાં મૂકવું

  4. 4

    ત્યારબાદ તપેલામાં કોટનનું આછું કપડું બાંધી અને તડકામાં ૬ દિવસ સુધી મૂકી દેવું.
    નોંધ :- બે-ત્રણ દિવસ પછી વચ્ચે તડકા માંથી લઈ અને ચેક કરી લેવું અને પાછું હલાવી લેવું. પછી પાછું તડકામાં મૂકી દેવું. આ રીતે ૬ દિવસ સુધી કરવું એટલે છુંદો સરસ તૈયાર થઈ જશે. એકદમ તડકો આવવો જોઈએ તો જ તડકા છાયા નો છુંદો બરાબર થાય.

  5. 5

    ખાંડ ઓગળી જાય અને એક તારની ચાસણી થાય એટલે છૂંદો થઈ ગયો કહેવાય.

  6. 6

    તૈયાર છે તડકા છાયા નો છુંદો જે આખું વર્ષ આપણે કાચની બરણીમાં ભરીને રાખી શકીએ છીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

Similar Recipes