પાત્રા (Patra Recipe in Gujarati)

Heena Mohanani
Heena Mohanani @Heenamohnani12

પાત્રા (Patra Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5/6 લોકો માટે
  1. 500 ગ્રામપાત્રા ના પાન
  2. 750 ગ્રામબેસન
  3. 15 નંગમોટા લીંબુ
  4. 200 ગ્રામગોળ
  5. 200 ગ્રામદહીં
  6. 100 ગ્રામતેલ
  7. 100 ગ્રામસફેદ તલ
  8. 2 ચમચીધાણા પાઉડર
  9. 4 ચમચીલાલ મરચા પાઉડર
  10. 500 ગ્રામચોખાનો લોટ
  11. મીઠુ સ્વાદ પ્રમાણે
  12. રાઇ
  13. ટુકડાલીલા મરચા
  14. કોથમીર
  15. ખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા તપેલા માં બેસન, દહીં, લીંબુ, તલ, ગોળ, મીઠુ, તેલ, ધાણા પાઉડર, લાલ મરચા પાઉડર નાખો. આ રીતે બેટટર તૈયાર કરો.👍👍

  2. 2

    પછી પાત્રા ના પાન ની દાંડી કાઢી, ધોઈ નાખો. પછી તેના દરેક પાન ઉપર લીંબુ નો રસ લગાવો.

  3. 3

    પછી તેના ઉપર ઉપરોક્ત બેટટર લગાવી એક ઉપર એક પાન આવે એવી રીતે 5થી 6 પાન ગોઠવી રોલ વાળો.

  4. 4

    પછી એક તપેલા માં ગરમ પાણી મુકો.તેના ઉપર કાના વાળું વાસણ મૂકી તેમાં આ રોલ ને મુકો. 20/25 મિનિટ પછી ચપ્પુ નાખી ને જોવો ચડી ગયા હોય તો ગેસ બંધ કરો.

  5. 5

    પછી ઠંડા પડે પછી તેના ટુકડા કરી ને વઘારો. 👉કડાઈ માં તેલ નાખો ગરમ થાય પછી તેમાં રાઇ નાખો, પછી બાફેલા પાત્રા, તલ,લીલા મરચા, લીંબુ, ખાંડ, નાખી મિક્સ કરો.

  6. 6

    પછી પ્લેટ માં પાત્રા મૂકી કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Mohanani
Heena Mohanani @Heenamohnani12
પર
i love cooking.cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes