પૌંઆ ના મન્ચુરીયન (Poha Manchurian Recipe in Gujarati)

Jigna buch
Jigna buch @jigbuch

આ વાનગી સરસ લાગે છે અને સોયા સોસ ઘર માં જ બનાવી બજારમાં મળતાં ભેળ સેળ વાળા સોસ થી બચી શકાય છે

પૌંઆ ના મન્ચુરીયન (Poha Manchurian Recipe in Gujarati)

આ વાનગી સરસ લાગે છે અને સોયા સોસ ઘર માં જ બનાવી બજારમાં મળતાં ભેળ સેળ વાળા સોસ થી બચી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ગ્રામઅઢી વાટકા પૌંઆ, ૨૫0
  2. ગ્રામસવા વાટકો ચણાનો લોટ, ૧૨૫
  3. બારીક સમારેલી ડુંગળી, ૧ બારીક સમારેલ કેપ્સિકમ,
  4. ખમણેલુ ગાજર,૧/૨ વાટકો કોથમીર,૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
  5. ૧ ચમચીઆદુ-મરચા ની પેસ્ટ,
  6. ગ્રેવી :=4/5 ટામેટાં નો પલ્પ, ૧મોટી ડુંગળી ની ચીરી,
  7. કેપ્સિકમ ની ચીરી, થોડું કોબી ખમણેલુ, આદુ - મરચાં લસણ ની પેસ્ટ
  8. જરૂર મુજબ પાણી,તેલ,મીઠું,હળદર,હિંગ,લાલ મરચું,ધાણાજીરુ,કોથમીર,
  9. સોયા સોસ : ૪ ચમચા ખાંડ, ૪ નાના કપ પાણી, ૨ ચમચી વિનેગર
  10. ૨ ચમચીરેડ ચીલી સોસ, ૨ થી ૩ ચમચી સોયા સોસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ પૌંઆ ને ધોઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, ગાજર, આદુ - મરચાં લસણ ની પેસ્ટ, હિંગ ચપટી, ૧નાની ચમચી લાલ મરચું, મીઠું ચણાનો લોટ, અને કોથમીર નાખી મિક્સ કરી નાના બોલ્સ બનાવો

  2. 2

    એક કડાઈ માં તેલ ગરમ થાય એટલે મિડીયમ તાપે બધા બોલ્સ તળી લેવા

  3. 3

    બીજા પેનમાં ૪ચમચા ખાંડ લઈ એમ જ ધીમે ધીમે એની મેળે ઓગળવા દો સતત હલાવતાં રહો બ્રાઉન કલર થાય એટલે ઉપર આપેલ માપ પ્રમાણે તેમાં પાણી નાખી હલાવતાં રહો ઉકળે એટલે એમાં વિનેગર મીઠું નાખો સહેજવાર રાખીનીચે ઉતારી ઠંડુ થવા દો

  4. 4

    હવે એક પેનમાં તેલ લઈ હિંગ, હળદર નો વઘાર કરી ડુંગળી ની ચીરી સાંતળો, પછી કોબી, કેપ્સિકમ, સાંતળો આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો ટામેટાં નો પલ્પ નાખી ચડવા દો

  5. 5

    ત્યારબાદ ખટાશ ભાંગવા તેમાં થોડો ગોળ મીઠું નાખો પછી રેડ ચીલી સોસ, સોયા સોસ ઉમેરો હલાવી મિક્સ કરી ગેસ પરથી નીચે ઉતારી તેમાં બોલ્સ નાખો કોથમીર ભભરાવો

  6. 6

    તીખું ભાવતું હોય તે વધારે તીખુ કરી શકે છે ન ખાતા હોય તે બિલકુલ ન નાખે તો પણ ચાલે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna buch
Jigna buch @jigbuch
પર
રસોઈ નો બહુ નાની હતી ત્યારથી શોખ છે
વધુ વાંચો

Similar Recipes