નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)

Manisha Hathi @cook_20934679
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ ની અંદર ચણાનો લોટ,મેંદો અને સોજી લઈ બરાબર મિક્સ કરી દેવાનું.
- 2
હવે તેની અંદર બૂરું ખાંડ ઈલાયચી પાઉડર બેકિંગ પાઉડર નાખી અને થોડું થોડું ઘી ઉમેરતા જઈ અને લોટને મસળી અને ડો તૈયાર કરી દેવાનો.
- 3
હવે એક બેકિંગ ટ્રે લઇ તેમાં નાન ખટાઇ નાના નાના પીસ તૈયાર કરી તેની ઉપર દુધ થી બ્રશ કરી ઉપર પિસ્તાની કતરણ નાખી ૮/૯મિનિટ માટે બેક કરી લેવાના ત્યારબાદ બહાર કાઢી ઠરી જાય એટલે જારમાં પેક કરી દેવાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોઝી નાનખટાઈ (Rose Nankhatai Recipe In Gujarati)
#CB3#week3#cookpadguj#cookpad#cookpadindiaનાનખટાઇ નો ટેસ્ટ નાના-મોટાં સૌને પસંદ આવે છે. આ મીઠાઈ દિવાળી ઉપર ખાસ બને છે. લોકપ્રિય અને બનાવવી પણ સરળ છે. ઘરમાં ઓવન હોય કે ના હોય, નાન ખટાઇ બનાવવી એકદમ સરળ છે. મેં પણ આજે ઓવન વગર જ બનાવી છે. વડી દિવાળી છે,તો તેને સજાવવી તો પડે જ !!! Neeru Thakkar -
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
મારા બે જમાઈઓ અને મને, અમારા ત્રણેની અમુક કોમન ફેવરીટ વાનગીઓ છે. એમાંની એક છે….”નાનખટાઈ “બન્યા પછી બન્ને જમાઈઓના મસ્ત કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા🥰🥰🥰મોટા જમાઈએ કીધું “પપ્પા જોરદાર 👌👌👌એમ જ લાગે છે જાણે બહારથી લાવ્યા હોઈએ. એકદમ પર્ફેક્ટ”નાના જમાઈ નાનખટાઈનું એક-એક બટકું ખાતા જાય અને બોલતા જાય “યમ્મ…યમ્મી….સુપર્બ… પપ્પા મને આ બનાવતા શિખવાડી દો”મારા માટે આ અતિશય ખુશીની પળો હતી🥰🥰🥰🥰તમે પર્ફેક્ટ આ જ માપ અને રીતને ધ્યાનમાં રાખીને બનાવશો તો ગેરંટી કે પછી ક્યારેય તમે બહારથી નહિ લાવો😊😊😊😊😊 Iime Amit Trivedi -
સિન્નામોન નાનખટાઈ (Cinamon Nankhatai Recipe In Gujarati)
મે પહેલી વાર જ નાનખટાઈ બનાવી છે, અને ખરેખર હું ખુબજ એક્સસાઈટેડ હતી કે ખબર નહિ કેવી બનશે?? પણ ખરેખર ઘર ના મેમ્બર્સ ઈ પણ ખુબજ વખાણ કર્યા છે... સોં... મેહનત વસૂલ Taru Makhecha -
નાનખટાઇ (Nankhatai Recipe in Gujarati)
#DFT દિવાળી ફેસ્ટીવ ટ્રીટ#CB3 નાનખટાઈWeek3હું નાની હતી ત્યારે મારા મમ્મી ના ઘરે અમે કુકરમાં નાનખટાઈ બનાવતા . સાતમ આઠમ ઉપર 🍪 કુકીઝ બનાવતા . મને નાનપણથી નાનખટાઈ બહું જ ભાવે. Sonal Modha -
-
પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
@Amit_cook_1410 ની રેસીપી ફોલો કરી બનાવી છે ખૂબ જ સરસ બની છે. આભાર અમિત ભાઈ અદ્ભૂત રેસીપી માટે. Dr. Pushpa Dixit -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
નો oil recipe છે અને એTea time સાથે સરસ ટાઇમપાસ છે.#AsahiKaseiIndia Sangita Vyas -
-
-
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
"નાનખટાઈ" આમ તો બોલતાની સાથે મોઢામાં પાણી આવી જાય. જો તમે નાનખટાઈ ખાવાના શોખીન હોવ, તો બેકરી પર બનતી-વેચતી નાનખટાઈ જેવી જ મીઠી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ નાનખટાઈ નીચેની રેસિપી અનુસરીને ઓવન વગર અને થોડાક જ સમયમાં ઘરે જ બનાવી શકો છો.#CB3#week3#DFT#baking#withoutoven#nankhatai#cookies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
નાનખટાઈ (Nankhatai Recipe In Gujarati)
#CB3#DFTનાનખટાઈ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે પરંતુ ઓવન માં ના બનાવવાઈ હોય તો કડાઈ માં પણ ખુબ સરસ બને છે ,,હું હમેશા મિક્સ લોટ લઈનેબનાવું કેમ કે એકલા મેંદાની નાનખટાઈ કરતા આ વધુ સ્વાદિષ્ટ અને ફારસી લાગે છે સાથે સાથે હેલ્થી પણ ખરી તો તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો Juliben Dave -
સત્તુની નાનખટાઈ (Sattu Nankhatai Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati સત્તુ એટલે આપણા દેશી ચણા નો લોટ,જે પ્રોટીન અને આર્યનથી ભરપુર છે. માટે આ સત્તુ નો ઉપયોગ નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને મોટા દરેક વ્યકિત માટે ખાસ કરવામાં આવે છે. આ સત્તુ દરેક વ્યક્તિ માટે ખુબજ ફાયદાકારક છે. જે લોકો ને પ્રોટીનની ઉણપ હોય તે લોકોએ ખાસ કરી ને સત્તુ નો ઉપયોગ કરવો જોઈએ. સત્તુ એ બિહારનાં લોકોનો ખોરાક છે. બિહારી લોકો સત્તુ નો ઉપયોગ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરે છે. જેમકે, સત્તુને ઘહું,જુવાર, બાજરી જેવાં લોટ સાથે મિક્સ કરીને તેની ભાખરી,રોટલી, થેપલાં કે પરાઠા પણ બનાવે છે.તેમજ લાડુ,પીણું પણ મોખરે છે. તો આજે મેં પણ અહીં સત્તુનાં લોટ નો ઉપયોગ કરી સરસ મજાની એક નવાં સ્વાદ સાથે સત્તુ નાનખટાઈ બનાવેલ છે. Vaishali Thaker -
-
-
-
-
નાનખટાઈ(Nankhatai Recipe in Gujarati)
#કૂકબુક અલગ અલગ ફલેવર ની બનતી હોય છે આજે ઈલાયચી અને ચોકલેટ ફ્લેવર્સ ની બનાવી છે. Namrata sumit -
-
નાનખટાઇ (Nankhatai Recipe In Gujarati)
લગભગ એકાદ વર્ષ ઉપર થઇ ગયું છે. અને હું ફરીથી કુકપેડ એપ ખોલી ગુજરાતીમાં રેસીપી લખવા બેઠી છું. વચ્ચે ઘણીવાર મન થયું પણ થોડીક આળસને કારણે પોસ્ટપોન્ડ થયું. આ વર્ષના 6 મહિના જેવો સમય બિમારીમાં અને બેડરેસ્ટમાં ગયો. તો હું રસોડામાં બહુ એક્ટિવ રહી જ નહોતી શકી.કુકપેડ એપમાં પોતાના પ્રોફાઈલમાં રેસીપી રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે બીજા સાથે તમે પણ પોતાની રેસીપીનો માપ સાથે રેકોર્ડ રાખી શકો છો. તો ફરી બનાવતા વિચારવા કે શોધવા જવાની જરૂર નથી રહેતી. આ હું પોતાના અનુભવથી કહું છું.દિવાળીની રજાઓમાં મારા મમ્મીના ઘરે હતી ત્યારે મામાના ઘરે લઇ જવા માટે મમ્મીએ નાનખટાઇ બનાવવાનું કહ્યું. અને બહુ જ સરસ બની.તો મેં થોડાક પીક્સ લીધા. જેની સાથે અહીં રેસીપી શેર કરું છું. પહેલા બહુ શરુઆતમાં મેં નાનખટાઇ ની એક રેસીપી શેર કરી છે. આ રેસીપી એનાથી થોડીક અલગ છે અને રિઝલ્ટ વધારે સરસ મળે છે તો શેર કરું છું. Palak Sheth -
-
-
-
-
-
-
-
નાનખટાઇ(Nankhatai recipe in Gujarati)
બહુ જ થોડી સામગ્રી માં બને છે અને બિલકુલ માર્કેટ જેવું પરફેક્ટ રિઝલ્ટ મળે છે... Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15116561
ટિપ્પણીઓ (8)