ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#Fam
#cookpadgujrati
#CookpadIndia
આજે હું તમારી સમક્ષ મારી મોટા ભાગની વાનગીઓમાં વપરાતા એવા સિક્રેટ મસાલા ની રેસીપી શેર કરી રહી છું. આ મસાલો જ્યારે મારા ઘરમાં બને ત્યારે છે ઘરની બહાર સુધી તેની સરસ મજાની સુગંધ આવતી હોય છે. આમ રીતે મસાલો બનાવીને આખા વર્ષ સુધી હું તને સ્ટોર કરું છું.
કોઈ પણ વાનગી દરેકના ઘરે અલગ અલગ પદ્ધતિથી બનતી જ હોય છે પણ આ વાનગી બનાવવા માટે જે મસાલો તેમાં ઉમેરાય છે, તે તેને એકદમ ફ્લેવર ફૂલ બનાવે છે. આથી એમ કહી શકાય કે વાનગીમાં વપરાતા મસાલા એ જ સ્વાદિષ્ટ વાનગી નું મૂળ છે. અહીં હું મારી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવે છે તેવા ગરમ મસાલાની મારી સિક્રેટ રેસિપી હું તમારી સમક્ષ લઈને આવી છું.હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ઉપરાંત પંજાબી સબ્જી માં પણ હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ગરમ મસાલો ઓલ રાઉન્ડર જેવું કામ કરે છે. અને મારી વાનગીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દે છે તમે પણ આ રીતે ગરમ મસાલો બનાવીને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકો છો અને એનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
આખા વર્ષ માટે
  1. શેકવા માટેની સામગ્રી:
  2. 20 ગ્રામતજ
  3. 20 ગ્રામલવિંગ
  4. 50 ગ્રામદગડફુલ
  5. 50 ગ્રામબાદીયા
  6. 50 ગ્રામતમાલપત્ર
  7. 50 ગ્રામસૂકા ધાણા
  8. તડકે તપવા માટેની સામગ્રી:
  9. 50 ગ્રામશાહજીરું
  10. 20 ગ્રામઈલાયચી અથવા તો એલચા
  11. 40 ગ્રામનાગકેસર
  12. 100 ગ્રામ આખું જીરું
  13. ૧ નંગજાયફળ
  14. 25 ગ્રામજાવંત્રી
  15. 25 ગ્રામખસખસ (ઓપ્શનલ છે)
  16. 50 ગ્રામમગજતરી ના બી (ઓપ્શનલ છે)
  17. છેલ્લે ભેળવવા માટે:
  18. 25 ગ્રામહળદર પાઉડર
  19. 125 ગ્રામકાશ્મીરી લાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ગરમ મસાલા માટેની બધી જ સામગ્રી યોગ્ય માપ સાથે તૈયાર કરી લો.

  2. 2

    શેકવાની દરેક સામગ્રી એક પછી એક અલગ-અલગ શેકવી અને દર વખતે ચારથી પાંચ ટીપા તેલ મૂકીને તેને ધીમા તાપે સહેજ તેનો કલર બદલાય તે રીતે શેકી લેવી જેથી તેમાં રહેલો ભેજ ઉડી જાય.

  3. 3

    તડકે તપાવવા ની દરેક સામગ્રીને પાંચથી છ કલાક માટે એકદમ આકરા તડકામાં સૂકવી લેવી જેથી તેમાં રહેલો ભેજ ઉડી જાય અને તે સરસ ક્રિસ્પી થઈ જાય.

  4. 4

    હવે વારાફરથી બધી જ સામગ્રીને મિક્સર જારમાં ક્રશ કરી લો અને તેના ફાઈન પાઉડર તૈયાર કરી લો પછી એક મોટા વાસણમાં આ બધું જ પાઉડર ચારણીની મદદથી ચાળી લો. (જો તમે તેમાં મગજતરી ના બી અને ખસખસ ઉમેરવા માંગતા હોવ તો તેને પણ અલગથી ક્રશ કરીને છેલ્લેથી આ મસાલામાં ચાળી ને ભેળવી દેવા.) હવે તેમાં હળદર પાઉડર અને લાલ મરચું પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  5. 5

    રોજીંદો વાપરવા માટે એક નાની કાચની બોટલ માં ગરમ મસાલો ભરી લો. અને બાકીનો વધારા નો મસાલો બીજી મોટી કાચની બોટલમાં ભરી દેવાથી તેની સુગંધી પણ તેવી ને તેવી રહે અને તેમાં ભેજ પણ ન લાગે. તૈયાર છે દરેક વાનગી ને સ્વાદિષ્ટ બનાવે તેવો ગરમ મસાલો આખા વર્ષ માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes