શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#GA4
#week11
#Sweetpotatoes
સામાન્ય રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બટાકામાંથી બનાવવામાં આવે છે, આજે મેં શક્કરિયાંની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, બાળકોને જરુંર ગમશે.

શક્કરિયાં ફ્રેન્ચ ફ્રાઈસ (sweet potatoes French fries recipe in Gujarati)

#GA4
#week11
#Sweetpotatoes
સામાન્ય રીતે ફ્રેન્ચ ફ્રાઈસ બટાકામાંથી બનાવવામાં આવે છે, આજે મેં શક્કરિયાંની ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે, બાળકોને જરુંર ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામશક્કરિયાં
  2. તળવા માટે તેલ
  3. 1 ટીસ્પૂનલાલ મરચું
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 ટીસ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શક્કરિયાંને પાણીથી ધોઈને, છોલીને લાંબી સહેજ પાતળી 1/2 ઈંચ લાંબી સ્લાઈસ કાપો.

  2. 2

    આવી રીતે કાપેલી સ્લાઈસને તરત જ ઠંડા પાણીમાં રાખો. (પાણી માં રાખવાથી શક્કરીયાં કાળા નહી પડે)

  3. 3

    ત્યારબાદ એક કઢાઇમાં તેલ ગરમ કરી, મિડિયમ આંચ પર કાપેલી શક્કરિયાંની સ્લાઈસ થોડી થોડી નાખીને સહેજ ગોલ્ડન રંગ થાય ત્યાં સુધી તળી લો. (શક્કરિયાં સ્લાઈસને મધ્યમ આંચે જ તળવું નહિતર અંદરથી કાચી રહી જશે.)

  4. 4

    તળેલી સ્લાઈસને ડીશમાં કાઢી લો.

  5. 5

    તળેલી સ્લાઈસ પર લાલ મરચું, મીઠું, ચાટ મસાલો ભભરાવી, બરાબર મિકસ કરી લો.

  6. 6

    તૈયાર છે શક્કરીયાં ફ્રેન્ચ ફ્રાઈસ, ટોમેટો સોસ કે કોથમીર ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes