સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસરગવા ની શીંગ
  2. 1 કપપાણી
  3. 1/2 કપચણા નો લોટ
  4. 1/2 કપદહીં
  5. 1/2 સ્પૂનહળદર
  6. 1/2 સ્પૂનલાલ મરચું
  7. 1 સ્પૂનઆદુ લસણ ની પેસ્ટ
  8. 1/4જીરું
  9. ચપટીહિંગ
  10. 1/4રાઈ
  11. 1 સ્પૂનતેલ
  12. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સરગવાની શીંગ ધોઈ લો... હવે તેના નાના ટુકડા કરી કૂકરમાં બે સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે એક વાસણ મા દહીં અને 1કપ પાણી માં ચણાનો લોટ અને લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, વગેરે મસાલાઓ ઉમેરી ગ્રાઇન્ડર થી મિક્સ કરી લો....

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ,જીરુ ઉમેરી વઘાર કરો. હવે તેમાં હિંગ,આદુ મરચા, લસણની પેસ્ટ નાખી સાંતળી લો....

  4. 4

    હવે તેમાં બનાવેલ બેટર ઉમેરી તેને ઉકળવા દો. થોડીવાર ઉકળે એટલે તેમાં બાફેલો સરગવો (પાણી સાથે) ઉમેરી બધું બરાબર મિક્સ કરી થોડીવાર ઉકળવા દો.

  5. 5

    તો રેડી છે... સરગવાનું શાક... ખુબજ સરસ લાગે છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes