અફઘાની ફતેર પ્યાઝી બ્રેડ

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

આ રેસિપી મૂળ અફઘાનિસ્તાનની છે તેમાં મેં થોડા ફેરફાર કરીને આ બ્રેડ બનાવી છે કાં તો આ બ્રેડ સિમ્પલ રીતે જ બને છે

અફઘાની ફતેર પ્યાઝી બ્રેડ

આ રેસિપી મૂળ અફઘાનિસ્તાનની છે તેમાં મેં થોડા ફેરફાર કરીને આ બ્રેડ બનાવી છે કાં તો આ બ્રેડ સિમ્પલ રીતે જ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. ૧ કપમેંદો
  2. 1 ટીસ્પૂનઈસ્ટ
  3. ૧ ટી.સ્પૂનદળેલી ખાંડ
  4. જરૂર મુજબ હૂંફાળું પાણી
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1લાંબી સમારેલી ડુંગળી
  7. 2લીલા મરચા
  8. જરૂર મુજબ કોથમીર
  9. 2 ટી સ્પૂનતેલ
  10. ૧ ટી.સ્પૂનચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ east ને એક્ટીવ કરી દેવી ત્યારબાદ તેમાં મેંદો અને જરૂર મુજબ મીઠુ ઉમેરી લોટ બાંધી કણક તૈયાર કરી લેવી તેને ઢાંકીને એક કલાક માટે મૂકી દેવું

  2. 2

    એક કલાક બાદ લોટ ફૂલી ગયો હશે હવે તેને બરાબર મસળી લેવો હવે તેની કોરો મેદો છાંટી મોટી પાતળી રોટલી વણી લેવી

  3. 3

    હવે આ રોટલી પર તેલ ચોપડી તેની પર ડુંગળી, લીલા મરચા અને કોથમીર ભભરાવી દેવા હવે તેમાં થોડું ચપટી ચાટ મસાલો ભભરાવો હવે તેને ગોળ રોલ વાળી બંધ કરી લેવું

  4. 4

    રોલમાંથી બે ભાગ કરી લેવા હવે એક ભાગ લે તેને હાથથી દબાવી ગોળ કરી દેવો હવે તેની નોન-સ્ટીક પેનમાં શેકવા માટે ધીમા ગેસ પર મૂકી દેવો બંને બાજુ ગુલાબી કલરનો શેકી લેવું

  5. 5

    હવે તેને ગરમાગરમ ચા કે કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

Similar Recipes