સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

Krupa
Krupa @krupa9
પોરબંદર

#EB
#RC2
અહી મે કોઈ પણ ફૂડ કલર યુઝ કરેલ નથી. તમને પસંદ હોય તો તમે ગ્રીન કલર યુઝ કરી શકો છો.

સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

#EB
#RC2
અહી મે કોઈ પણ ફૂડ કલર યુઝ કરેલ નથી. તમને પસંદ હોય તો તમે ગ્રીન કલર યુઝ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 1 વાટકીઅડદ દાળ
  2. 2 1/2 વાટકીચોખા
  3. 5-6 નંગપાલક ના પાન
  4. 2 નંગલીલા મરચા
  5. 1/2 કપસમારેલ ધાણાભાજી
  6. આદુ એક નાનો કટકો
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ઇનો એક પાઉચ/ સાજી 1/4 ચમચી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દાળ,ચોખા ને ધોઇ 5 થી 6 કલાક પલાળી મીક્ષર મા ક્રશ કરી ખીરુ તૈયાર કરો.6 થી 7 કલાક ઢાકી રહેવા દો. એટલે આથો આવી જશે.

  2. 2

    એક મીક્ષર જાર મા પાલક પાન,ધાણા ભાજી,આદુ,મરચા મીઠું નાખી પેસ્ટ તૈયાર કરો.

  3. 3

    તૈયાર કરેલ ખીરા મા ઇનો નાખી 2 ચમચી પાણી એડ કરો. બરાબર મીક્ષ કરી લો.મીઠું સ્વાદ અનુસાર એડ કરી તેને પણ મીક્ષ કરી લો.

  4. 4

    ઢોકરીયા મા ગરમ પાણી કરવા મુકો. પાણી ગરમ થાઇ એટલે એક ડીશ મા તેલ લગાવી ગ્રીસ કરી એક ખીરા નુ પતલુ લેયર કરી તેને ઢોકળી યામા મુકી તેના પર ચમચી થી તૈયાર કરેલ ગ્રીન પેસ્ટ સ્પ્રેડ કરી 2 મિનિટ બાદ ફરી તેમા ખીરા નુ લેયર કરો.

  5. 5

    15 થી 20 મિનિટ થવા દો. ગેસ બંધ કરી લો. તૈયાર છે. ગરમા ગરમ સેન્ડવીચ ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa
Krupa @krupa9
પર
પોરબંદર
I love cooking..cooking us my passion🥰😍😘
વધુ વાંચો

Similar Recipes