દાલવડા (Dalvada recipe in gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#RC4
green color recipe
#cookpadindia
#cookpadgujarati

આજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો.

દાલવડા (Dalvada recipe in gujarati)

#RC4
green color recipe
#cookpadindia
#cookpadgujarati

આજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીમગની ફોતરાવાળી દાળ
  2. ૨ ચમચીઅડદની દાળ
  3. ૨ ચમચીચોખા
  4. ૨ નંગસમારેલી ડુંગળી
  5. ૫-૬ નંગ સમારેલા લીલા મરચા
  6. ૧૦-૧૨ કળી ઝીણુ સમારેલું લસણ
  7. આદુનો ટુકડો
  8. ૧/૨ કપસમારેલા ધાણા
  9. ૧/૪ ચમચીહિંગ
  10. ૧/૪ચમચીથી ઓછો બેકિંગ સોડા
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તેલ તળવા માટે
  13. સર્વ કરવા માટે
  14. તળેલા મરચા
  15. સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને બે થી ત્રણ વખત બરાબર ધોઈ પ થી ૬ કલાક માટે પલાળી રાખો.

  2. 2

    ત્યારબાદ તેનું બધું પાણી નિતારી મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. આ મિશ્રણને કરકરુ જ રાખવાનું છે અને ક્રસ કરતી વખતે પાણીનો ઉપયોગ કરવાનો નથી.

  3. 3

    આ ખીરાને એક એક જ દિશામાં પાંચથી દસ મિનિટ માટે બરાબર ફેંટી લો જેથી ખીરામાં એરેશન થશે અને દાળવડા એકદમ સોફ્ટ બનશે.

  4. 4

    ત્યારબાદ તેમાં ડુંગળી, આદુ,મરચા, લસણ, મીઠું તથા હીંગ ઉમેરી ખીરું તૈયાર કરો.

  5. 5

    તેલને ગરમ કરો. બનાવેલા ખીરામાંથી લીંબુ જેટલી સાઈઝના દાળ વડા બનાવી લો આ વખતે ગેસની ફ્લેમ મીડીયમ રાખો. આ રીતે બધા દાળવડા ઉતારી લો. જ્યારે જમવું હોય ત્યારે ફરીથી દાળ વડા ગુલાબી રંગના તળી લો. આ રીતે ડબલ ફ્રાય કરવાથી દાળ વડા ઉપરથી કડક અને અંદરથી એકદમ સોફ્ટ બને છે

  6. 6

    ગરમાગરમ દાળવડા તૈયાર છે તેને તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes