શેર કરો

ઘટકો

૨૫-૩૦ મીનીટ
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપદૂધ
  3. ૧/૩ કપખાંડ (ટેસ્ટ મુજબ)
  4. ૨ નાની ચમચીરવો
  5. ૧ ચમચીવરીયાળી
  6. ૧ ચમચીફ્રેશ મલાઈ/ક્રીમ/માવો (ઓપ્શનલ)
  7. ઘી જરુર મુજબ
  8. બદામ પીસ્તા કતરણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મીનીટ
  1. 1

    એક તપેલીમાં દૂધ લઈ ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ નાખો. ખાંડ ઓગળી જાય એટલે ફ્રેશ મલાઈ/ક્રીમ/માવો નાખી ગેસ બંધ કરી દો.

  2. 2

    હવે વરીયાળીને અધકચરી ખાંડી લો. એક બાઉલમાં ઘઉંનો લોટ, રવો, ખાંડેલી વરીયાળી લઈ સરસ મીકસ કરી દો.

  3. 3

    આ મીશ્રણને ગળ્યા દૂધમાં એડ કરતા જાઓને હલાવતા રહો. ભજીયાના ખીરા જેવુ ઘટ્ટ થશે. ગાંઠા ન પડે તેનુ ધ્યાન રાખો. બધુ સરસ મીકસ થઈ જાય એટલે માલપુઆનુ બેટર તૈયાર છે. તેને ૧૦ મીનીટ રેસ્ટ આપો.

  4. 4

    એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો ને ગરમ થઈ જાય એટલે તેમા થોડુ બેટર રેડી દો. તે જાતે જ પુડા જેવુ થઈ જશે.

  5. 5

    સાઈડ ફેરવી સરસ ગુલાબી પાંદડી પડે એટલે નીચે ઉતારી લો. આવી જ રીતે બધા માલપુઆ બનાવી બદામ પીસ્તાની કતરણથી સજાવી લો. તો તૈયાર છે સ્વીટ & ટેસ્ટી માલપુઆ. તે રબડ્ડી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes