ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ઇન્સ્ટન્ટ શાક.ભાવનગર ના ગાંઠીયા નું શાક. જમવા બેસતી વખતે જ બનાવાનું.બહુજ સરસ લાગે છે આ શાક અને ઉનાળામાં શાકભાજી સારા ના મળે ત્યારે તો ગાંઠીયા નું શાક ખાવાની મજા પડી જાય છે.

ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)

ઇન્સ્ટન્ટ શાક.ભાવનગર ના ગાંઠીયા નું શાક. જમવા બેસતી વખતે જ બનાવાનું.બહુજ સરસ લાગે છે આ શાક અને ઉનાળામાં શાકભાજી સારા ના મળે ત્યારે તો ગાંઠીયા નું શાક ખાવાની મજા પડી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મીનીટ
1 સર્વ
  1. 3/4 કપભાવનગરી ગાંઠીયા
  2. 1 1/2 કપખાટી છાશ (1/2કપ દહીં અને 3/4 કપ પાણી)
  3. 1/2 ચમચીલાલ મરચું
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4ગરમ મસાલો
  6. 1 ચમચીગોળ
  7. ચપટીસાકર
  8. મીઠું
  9. વઘાર :
  10. 1 ચમચી તેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. ચપટીહીંગ
  13. કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

5 મીનીટ
  1. 1

    સોસપેન માં તેલ ગરમ કરી અંદર રાઈ નાંખી, રાઈ તતડે એટલે હીંગ નાંખી ગેસ બંધ કરી, છાશ વઘારવી. મીકસ કરવું.ગેસ ચાલુ કરી અંદર ગોળ અને સાકર નાંખી મીકસ કરી ઉકાળવું.

  2. 2

    લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરવું. ગાંઠીયા નાંખી 1 ઉભરો આવે એટલે ગેસ બંધ કરી, કોથમીર છાંટી,તરતજ સર્વ કરવું.
    આ શાક બની જાય એટલે તરતજ જમવા બેસી જવું, નહીંતર ગાંઠીયા રસો સોસી લેશે અને શાક જાડું થઈ જશે પછી ખાવા ની મઝા નહીં આવે.

  3. 3

    મેં અહિંયા ગાંઠીયા નું શાક સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes