ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે

ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)

આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
બે લોકો માટે
  1. પાંચથી છ ડુંગળી
  2. 2 મોટી ચમચીધાણાજીરૂ
  3. 2 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીહિંગ
  6. 2 મોટી ચમચીગાંઠીયા શીંગ અને તલનો ભૂકો
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૨ ચમચીતેલ
  10. ૧ કપછીણેલું ટામેટુ
  11. ૧ નાની ચમચીગરમ મસાલો
  12. જરૂર મુજબગોળ optional છે
  13. જરૂર મુજબગાર્નીશિંગ માટે કોથમીર
  14. ૧ ચમચીરાઈ અને જીરું

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિડીયમ સાઈઝ ની ડુંગળી લઈ તેની છાલ કાઢી તેને ચાર કાપા પાડવા

  2. 2

    હવે પેનમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું અને હિંગ નાખી કાપા પાડેલી ડુંગળી નાખી ડુંગળીને બે મિનિટ સાંતળવી પછી તેને ઢાંકીને થોડી ચડવા દેવી

  3. 3

    અધકચરી ડુંગળી ચઢી જાય એટલે તેમાં ગાંઠીયા તલ અને શીંગ નો ભૂકો લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ આમચૂર પાઉડર ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડું પાણી ઉમેરી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધીચડવા દેવું

  4. 4

    પછી તેમાં છીણેલા ટામેટા નાખી અને ગોળ નાખી મિક્સ કરો ફરીથી જરૂર જણાય તો થોડું પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને બે મિનિટ રહેવા દેવું

  5. 5

    પછી તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes