ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. ભાખરી માટે
  2. 2 કપઘઉંનો લોટ
  3. 1/4 ટી સ્પૂનઅજમો
  4. 3 ટેબલ સ્પૂનઘી મોણ માટે
  5. 1ટેબલ મલાઇ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. પીઝા ના ટોપિંગ માટે
  8. 1 કપસમારેલા લીલા કેપ્સીકમ
  9. 1 કપસમારેલા પીળા કેપ્સીકમ
  10. 1 કપસમારેલા લાલ કેપ્સીકમ
  11. 1/2 કપબાફેલી અમેરિકન મકાઈ
  12. 1 કપપનીર ના પીસ
  13. 3-4બેબી કોન ના પીસ
  14. 250 ગ્રામમોઝરેલા ચીઝ
  15. 4-5કયુબ પ્રોસેસ ચીઝ
  16. 1/4 ટી સ્પૂનમરી પાઉડર
  17. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  18. 1/2 ટી સ્પૂનચાટ મસાલો
  19. 1/4 ટી સ્પૂનમીઠું
  20. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  21. 1 ટેબલ સ્પૂનઓરેગાનો સીઝનીંગ
  22. 1 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ
  23. 4 ટેબલ સ્પૂનબ્લેક ઓલિવસ
  24. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ એક કાથરોટ માં ઘઉંનો લોટ મીઠું અજમો ઘી અને મલાઈ નાંખી મિક્સ કરી લેવું. પછી તેમાં પાણીથી ભાખરીનો કઠણ લોટ બાંધી લેવો.

  2. 2

    હવે લોટમાંથી લુઆ કરી ભાખરી વણી તેની ઉપર કોકના મદદથી કાણા પાડી લેવા પછી તેને તાવી માં શેકી લેવી.

  3. 3

    પનીરમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર મીઠું મરી અને ચાટ મસાલો નાખી મેરીનેટ થવા માટે સાઈડમાં રાખી મૂકો. ત્રણેય કલરના કેપ્સીકમ ને નાના પીસ ના કટીંગ કરી લેવા. અમેરિકન મકાઈ ને બાફી લેવી. સાથે બેબી કોન ને પણ નાના પીસ માં સમારી લેવા.

  4. 4

    હવે એક પેનમાં ઓલિવ ઓઇલ ગરમ કરી ફાસ્ટ ગેસ પર ત્રણે કલરના કેપ્સીકમ,બેબી કોન, અમેરિકન મકાઈ અને પનીર નાખી સાંતળી લેવા પછી તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સીઝનીંગ નાખી બરોબર મિક્સ કરી લેવું અને પીઝા નું ટોપિંગ તૈયાર કરી લેવું

  5. 5

    હવે ભાખરી ઉપર પીઝા સોસ લગાડવું. તેના ઉપર મોઝરેલા ચીઝ નું લેયર કરવું. તેના ઉપર પીઝા નું ટોપિંગ કરો. પછી તેની ઉપર પ્રોસેસ ચીઝ ખમણવું અને લાસ્ટ માં બ્લેક ઓલીવ્સ મુકવા. પીઝા ને એક ગરમ પેનમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી રાખો. પછી તેને સર્વિંગ પ્લેટ ઉપર મૂકી ગરમાગરમ સર્વ કરવા.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes