સેવ ટામેટાનું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

સેવ ટામેટાનું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૫-૬ નંગ પાકા ટામેટા
  2. ૨-૩ નંગ લીલા મરચા
  3. ૨ ટીસ્પૂનતેલ
  4. ૧ ટીસ્પૂનરાઇ
  5. ૧ ટીસ્પૂનહળદર
  6. ૧ ટીસ્પૂનલાલ મરચું
  7. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧ કપસેવ
  10. ૧ કપઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચારટામેટાને પાણીથી ધોઈનેઝીણા સમારી લો બાકીના ત્રણટામેટાને ક્રશ કરી લો

  2. 2

    હવે કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો, લીલા મરચા ને ઝીણા સમારી લો, ગરમ તેલમાં રાઈ ચપટી હિંગ ઝીણા સમારેલા મરચા નાખી અને સમારેલા ટામેટા નાખી દો

  3. 3

    હવે ટામેટામાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખી ઢાંકણ ઢાંકી ટામેટાની ચડવા દો

  4. 4

    બાકીના ટામેટાની ક્રશ કરી લો, જ્યારે ટામેટા ચડી જાય ત્યારે ક્રશ કરેલા ટામેટાં ની પ્યુરી નાખી દો,

  5. 5

    ત્યારબાદ બધુ બરાબર મિક્સ કરીને બે મિનિટ સુધી ચડવા દો. ત્યારબાદ ગરમ મસાલો લાલ મરચું નાખીને શાકને ચડવા દો

  6. 6

    શાક તૈયાર થઈ જાય એટલે તેમાં સેવ નાખીને બરાબર મિક્સ કરી લો, ઉપરથી કોથમીર ભભરાવો

  7. 7

    આ શાક પરોઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes