ફરાળી ચેવડો (Farali Chevdo Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 3બટાકા
  2. 1/2 વાટકીશીંગદાણા
  3. 1/4 ચમચીહળદર
  4. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચીદળેલી ખાંડ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1/4 ચમચીઆમચૂર પાઉડર
  8. 1/4 ચમચીગરમ મસાલો
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બટેટાની છાલ કાઢી અને જાડુ ખમણ કરી લો.પછી બટેટાના ખમણને પાંચ-છ વખત પાણીથી ધોઈ લો.

  2. 2

    પછી ખમણ ને કોટન ના કપડા ઉપર પાથરી લો. અને પછી તેને એકાદ કલાક સુધી કોરી થવા દો. બધું પાણી સુકાઈ જાય પછી તળી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં ખમણ ઉમેરી મીડીયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો તમે પછી એક બાઉલમાં કાઢી લો.

  4. 4

    ત્યાર પછી સીંગદાણાને પણ મીડીયમ ફ્લેમ પર તળી લો.

  5. 5

    હવે બાઉલમાં બટેટાનુ ખમણ અને શીંગદાણા મિક્સ કરી લો તેમજ હળદર,લાલ મરચું પાઉડર,મીઠું,ખાંડ,આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6

    તૈયાર છે ફરાળી ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes