કાઠીયાવાડી  વઘારેલી રોટલી (Kathiyawadi Vaghareli Rotli Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ ઇન્સ્ટન્ટ કાઠીયાવાડી બ્રંચ કે લાઈટ ડિનર ની વાનગી કહો,ખાવામાં બહુજ ટેસ્ટી છે.એક વાર બનાવશો, તો વારે ઘડીએ બનાવાનું મન થશે.સિમ્પલ, શોર્ટ અને સ્પાઈસી . હું જયારે ટયુશન માં થી ઘરે આવું ત્યારે મારા મમ્મી મારા માટે બનાવતા.આ વાનગી ખાધા નો સંતોષ કંઈક અનેરો
જ છે અને મારા મમ્મી ની યાદ અપાવે છે.
#childhood

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વ
  1. 6 નંગવધેલી રોટલી
  2. 2 કપખાટી છાશ
  3. 1/4 કપપાણી
  4. 1 ટી સ્પૂનલાલ મરચું
  5. 1 ટી સ્પૂનધાણા જીરું
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1 ટી સ્પૂનસાકર
  9. મીઠું
  10. વઘાર માટે : 2 ટી સ્પૂન તેલ
  11. 1 ટી સ્પૂનરાઈ
  12. 1/4 ટી સ્પૂનહીંગ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    વધેલી રોટલી ના કટકા કરી સાઈડ પર રાખવું. છાશ બનાવવી.

  2. 2

    વઘાર : એક પેન માં તેલ ગરમ કરી અંદર રાઈ નાંખી, સોતે કરી, હીંગ નાંખી ગેસ બંધ કરી, છાશ વઘારવી. બધો મસાલો કરવો.મીઠું નાંખી મીકસ કરી ઉકાળવા મુકવું.

  3. 3

    અંદર રોટલી ના કટકા નાંખી મીકસ કરી ઉકાળવું. પાણી નાંખી મીકસ કરી,સાકર નાંખી,2 મીનીટ ઉકાળવું એટલે મસાલો સરસ રોટલી સાથે મિક્સ થઈ જશે.કોથમીર છાંટી ગરમ જ સર્વ કરવું. આ કાઠિયાવાડી વધારેલી રોટલી ગરમ જ સારી લાગે છે.ઠંડી થશે તો ઘટ્ટ થઈ જશે અને ખાવા ની મઝા નહીં આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes