કેસર રાજભોગ રસગુલ્લા (Kesar Rajbhog Rasgulla Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

#RC1
અહીં પીળી રેસીપી માં કેસરનો ઉપયોગ કરી રાજભોગ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ રસગુલ્લા જેવો કહી શકાય. પરંતુ આમાં સૂકો મેવા નું સ્ટફીંગ હોય છે.અહી મે પિસ્તા નુ સ્ટફીંગ ભરી રાજભોગ બનાવ્યા છે. કેસર ના લીધે ખૂબ સરસ પીળો કલર આવ્યો છે.

કેસર રાજભોગ રસગુલ્લા (Kesar Rajbhog Rasgulla Recipe In Gujarati)

#RC1
અહીં પીળી રેસીપી માં કેસરનો ઉપયોગ કરી રાજભોગ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ રસગુલ્લા જેવો કહી શકાય. પરંતુ આમાં સૂકો મેવા નું સ્ટફીંગ હોય છે.અહી મે પિસ્તા નુ સ્ટફીંગ ભરી રાજભોગ બનાવ્યા છે. કેસર ના લીધે ખૂબ સરસ પીળો કલર આવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
10-12 નંગ
  1. પનીર બનાવા માટે :
  2. 1.5 લિટરગાય નું ફૂલ ફેટ મિલ્ક
  3. 1.5 ચમચીલીંબુ ના રસ
  4. ચાસણી બનાવવા માટે:
  5. 1વાટકો ખાંડ (આશરે 225-250 ગ્રામ)
  6. 1 લિટરપાણી
  7. 8-10તાંતણા કેસર
  8. ચપટીઈલાયચી પાઉડર
  9. અન્ય સામગ્રી:
  10. 1 ચમચીરવો
  11. 1 ચમચીકોર્નફ્લોર
  12. 5-6પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરો.વચ્ચે વચ્ચે દૂધમા ચમચો ફેરવતુ જવું. દૂધ ગરમ થાય પછી ગેસ બંધ કરી એક મિનિટ પછી તેમાં થોડો થોડો લીંબુનો રસ નાખતાં જવું. આ રીતે દૂધ ફાળી લેવું જે પનીર કહેવાય. હવે આ પનીર ને કપડાંમાં કે ગરણી મા ગાળી લેવું.આ પનીર ને ઠંડા પાણીમાં ધોઈ લેવું અને કપડાંમાં બાંધી બધુ પાણી નિતારી લેવું.કપડાંને પોટલીની જેમ બાંધી તેના પર વજન મૂકી 20-25 મિનિટ રહેવા દો પાણી નિતરી જશે.

  2. 2

    કેસર ને નવશેકા પાણીમા પલાળી રાખો.

  3. 3

    પોટલીમાંથી પનીર કાઢી એક થાળી માં લઈ હથેળી થી પનીર ને 2 મિનિટ મસળો. હવે પનીર મા રવો નાખી 1 મિનિટ મસળો. હવે તેમા કોનૅફ્લોર નાખી મિક્સ કરી મસળો. હાથમાં સહેજ ઘી આવે ત્યાં સુધી મસળીને લોટ જેવું બનાવી લો. હવે મસળેલા પનીર માથી 1/2 ચમચી જેટલુ પનીર લઈ પિસ્તાની કતરણ મા મિક્સ કરો. જેથી સ્ટફીંગ ભેગુ રહેશે.

  4. 4

    હવે પનીર માંથી મીડિયમ સાઇઝનો ગોળો લઈ આંગળીઓ થી થેપી તેમા જરા પિસ્તાનુ સ્ટફીંગ ભરી ગુલ્લા બનાવો.આ રીતે બધા ગુલ્લા તૈયાર કરી લો.

  5. 5

    ચાસણી માટે પહોળા વાસણમાં પાણીમાં ખાંડ,ઈલાયચી પાઉડર અને કેસર નું પાણી નાંખી તેને ઉકાળી લેવું. ઉકળતા પાણીમાં એક એક કરીને ગુલ્લા નાંખી દેવા પછી વાસણ ને ઢાંકી ફૂલ ગેસ પર ગુલ્લા ને 12-15 મિનિટ સુધી રાંધવા.

  6. 6

    ગેસ બંધ કરી ગુલ્લા ને 2 કલાક ઠંડા થવા દેવા જેથી કેસર નો કલર અને ફ્લેવર સરસ આવી જશે.

  7. 7

    હવે તૈયાર છે કેસર રાજભોગ. ઠંડા ઠંડા સર્વ કરો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes