બાજરી વડા (Bajari Vada recipe in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#EB
Week16
#શ્રાવણ
સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
આ વાનગી ગુજરાતી ઘરો માં શીતળા સાતમ પર અવશ્ય બનાવવામાં આવે છે બાજરો લોહ તત્વ અને કેલ્શિયમ થી ભરપૂર સુપર ધાન્ય છે...તે પચવામાં સરળ તેમજ બધીજ ઉંમરના લોકોને સુપાચ્ય છે.

બાજરી વડા (Bajari Vada recipe in Gujarati)

#EB
Week16
#શ્રાવણ
સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
આ વાનગી ગુજરાતી ઘરો માં શીતળા સાતમ પર અવશ્ય બનાવવામાં આવે છે બાજરો લોહ તત્વ અને કેલ્શિયમ થી ભરપૂર સુપર ધાન્ય છે...તે પચવામાં સરળ તેમજ બધીજ ઉંમરના લોકોને સુપાચ્ય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપબાજરીનો લોટ
  2. 1/2 કપઘઉંનો કકરો લોટ
  3. 1 કપસમારેલી મેથી
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીલસણ ની પેસ્ટ
  6. 1 ચમચીલાલ મરચું પાવડર
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીઅજમો
  9. 3 ચમચીસમારેલો ગોળ
  10. 1/2 કપખાટું દહીં(લોટ પલળે તેટલું)
  11. 4ચમચા મલાઈ મ્હોણ માટે
  12. જરૂર મુજબ મીઠું
  13. તળવા માટે તેલ
  14. સર્વ કરવા :- મસાલા દહીં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સિંગ બાઉલ માં સમારેલી મેથી લઈ તેમાં દહીં સિવાયના બધાજ મસાલા ઉમેરી દો...તલ અને અજમો પણ ઉમેરો થોડું પાણી છૂટશે....

  2. 2

    હવે તેમાં બાજરી અને ઘઉં નો કકરો લોટ ઉમેરી દહીં ઉમેરતા જાવ અને હાથેથી મિક્સ કરતા જાવ...આ વડાનો લોટ ભાખરી જેવો કઠણ રાખો... તૈયાર થાય એટલે તરત જ તળવાના છે.

  3. 3

    ગેસ પર તળવા માટે તેલ મુકો...વડાના લોટ માંથી પસંદગી ની સાઈઝ મુજબ ના લુવા પાડી એક પાતળી પર પ્લાસ્ટિક અથવા બટર પેપર પાથરી લુવા મુકો...ઉપર બીજું બટર પેપર મૂકી વાટકી વડે દબાવી એક સરખા વડા દાબીને તૈયાર કરો.

  4. 4

    તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર આછા બ્રાઉન એવા ક્રિસ્પી તળી લો...એક પ્લેટમાં છુટ્ટા પાથરો...ઠંડા થાય એટલે એક એરટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરો...સર્વિંગ પ્લેટમાં લઈ મસાલા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes