ચીઝી કોર્ન પનીર પંજાબી સબ્જી (Cheese Corn Paneer Punjabi Sabji Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ પનીર
  2. ૧ વાટકીબાફેલા કોર્ન
  3. ૧ વાટકીખમણેલું ચીઝ
  4. ૨ ચમચીઅમૂલ બટર
  5. ડુંગળી
  6. ટામેટુ
  7. ૧ ચમચીઆદુ લસણ અને મરચાની પેસ્ટ
  8. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧/૪ ચમચીહળદર
  10. ચપટીહિંગ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૭-૮ કાજુ
  13. તમાલપત્ર
  14. નાનો કટકો તજનો
  15. લવિંગ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    પહેલા બધી સામગ્રી તૈયાર કરી લેવી. પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને 2 મિનિટ સુધી સાંતળી લેવી.

  2. 2

    ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં કાજુ અને ટામેટા ઉમેરીને 2 મિનીટ સુધી તેલમાં સાંતળી લેવા.

  3. 3

    ટામેટા સરસ થી મેશ થઈ જાય પછી તેમાં થોડું લાલ મરચું પાઉડર અને થોડું મીઠું નાખી અને મિક્સ કરી લેવું. ત્યારબાદ મિક્સરમાં આ કાજુ ટામેટા અને ડુંગળી નાખી અને તેની પેસ્ટ બનાવી લેવી.

  4. 4

    પછી તે જ પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ લવિંગ અને આદુ-લસણ-મરચાંની પેસ્ટ થી વઘાર કરવો. એક મિનિટ સુધી આદુ લસણ અને મરચાની પેસ્ટ ને તેલમાં સાંતળી લેવી પછી તેમાં ડુંગળી ટામેટા કાજૂની પેસ્ટ ઉમેરવી.

  5. 5

    ત્યારબાદ ગ્રેવીમાં કોર્ન અને બધો મસાલો નાખીને 10 મિનિટ સુધી ગ્રેવી ને ઢાંકીને કૂક થવા દેવી.

  6. 6

    પછી તેમાં પનીર ઉમેરી બે મિનિટ સુધી ગેસ પર રહેવા દેવું.

  7. 7

    પછી સબ્જીમાં બટર અને ખમણેલું ચીઝ ઉમેરી ગેસ બંધ કરી દેવો. પછી સબ્જી ને સર્વિંગ પ્લેટમાં લઈ તેમાં ખમણેલું ચીઝ સ્પ્રેડ કરી ને ગાર્નીશ કરવી.

  8. 8

    આ સબ્જી ને ગરમાગરમ સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes