ખાસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)

Deepika Parmar
Deepika Parmar @cook_30111179
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 લોકો
  1. 1.5 કપ મેંદા નો લોટ
  2. તેલ(મોણ) માટે, તળવા માટે
  3. મીઠુ
  4. 1/2 કપ પાણી
  5. સ્ટફિન્ગ માટે
  6. 1 કપમગ ની દાળ (ફોતરાં વગરની)
  7. 1/2 ચમચીવરિયાળી
  8. 1 ચમચીઆખા ધાણા
  9. 2 ચમચીચણા નો લોટ
  10. 1/4 ચમચીઆમચૂર પાઉડર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. સૂકા મસાલા
  13. 1/2 ચમચીજીરું
  14. 1/4 ચમચીહળદર
  15. 1/2 ચમચીલાલ મરચા પાઉડર
  16. 1/2 ચમચીધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પેહલા મગ દાળ ને પલાળી લેવી 1 કલાક માટે

  2. 2

    દાળ પલળે ત્યાં સુધી મેંદા મા મીઠુ, મુઠી પડતું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધી લેવો

  3. 3

    લોટ ને ઢાંકી ને 10 મિનિટ માટે રેસ્ટ આપવો

  4. 4

    હવે સ્ટફિન્ગ બનાવા માટે એક પેન મા 3 ચમચી તેલ લઇ એમાં જીરું, વરિયાળી, આખા ધાણા નાખી સુગંધ આવે ત્યાં સુધી સેકી લેવા

  5. 5

    પછી ચણા નો લોટ નાખી એને પણ શેકવો. ચણા નો લોટ સરસ સેકાઈ એટલે તેલ છુટુ પડી જશે

  6. 6

    હવે એમાં બધા સૂકા મસાલા ઉમેરી લેવા અને ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી સરસ મિક્સ કરી લેવું

  7. 7

    બધું મિક્સ થઈ જાય પછી મગ દાળ ને મિક્સર મા અધકચરી વાટી એમાં ઉમેરી દેવી

  8. 8

    મિશ્રણ એકદમ છુટુ બનવું જોઈએ

  9. 9

    હવે લોટ નો એક લુવો લઇ એને થોડો પૂરી જેવો વણી હાથ મા લઇ એક ચમચી જેટલું મિશ્રણ નાખી હાથે થી સરસ પેક કરી લેવું

  10. 10

    ત્યારબાદ ઉપરથી વધારાનો લોટ કાઢી હાથે થી અથવા વેલણ ની મદદ થી થોડુ જાડુ વણી લેવું

  11. 11

    હવે તેલ ગરમ મૂકી જરાક જેટલું તેલ ગરમ થઈ જાય એટલે કચોરી ને ગોલ્ડન બ્રાઉન તળી લેવી (તેલ બવ ગરમ ના હોવું જોઈએ)

  12. 12

    બસ તો તૈયાર છે એકદમ ફૂલેલી ક્રિસ્પી ખાસ્તા કચોરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Parmar
Deepika Parmar @cook_30111179
પર

Similar Recipes