ફલાવર અને તુવેર દાણા નું શાક (Cauliflower Tuver Dana Shak Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 250 ગ્રામફ્લાવર
  2. 250 ગ્રામતુવેરના દાણા
  3. 2 ચમચા તેલ
  4. 2 ટેબલ સ્પૂનશીંગદાણા નો ભૂકો
  5. 2 ટેબલ સ્પૂનતલ
  6. 1 ટેબલ સ્પૂનલીલા મરચાંની પેસ્ટ
  7. 10-12કળી લસણ
  8. 1ઈંચ નો ટુકડો આદુ
  9. 1 ટેબલ સ્પૂનખાંડ
  10. 1/2 નંગલીંબુ નો રસ
  11. 1/2 ટી સ્પૂનહળદર
  12. 1 ટી સ્પૂનરાઈ
  13. 1/4 ટી સ્પૂનહીંગ
  14. 2-3 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ ફ્લાવરને ધોઈને કોરું કરી લેવું. પછી ફલાવર, તુવેર દાણા, લસણ અને આદુ ને ચોપર માં ઝીણું ચોપ કરી લેવા.

  2. 2

    હવે એક કડાઇ માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હીંગ નો વઘાર કરી ચોપ કરેલું લસણ અને આદુ નાખી સાંતળો. પછી તેમાં શીંગદાણા નો ભૂકો અને તલ નાખી સાંતળો.

  3. 3

    પછી તેમાં ચોપ કરેલા તુવેર ના દાણા નાખી મિક્સ કરી ઢાંકણું ઢાંકી દેવું.

  4. 4

    દાણા ચડી જાય પછી તેમાં ફલાવર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લેવું અને ઢાંકણું ઢાંકી દેવું.

  5. 5

    ફલાવર ચડી જાય પછી તેમાં હળદર, લીલા મરચાં ની પેસ્ટ,ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લેવું અને 5-7 મિનિટ માટે ખુલ્લુ શાકને ચઢવા દેવું.

  6. 6

    પછી ગેસ બંધ કરી કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.

  7. 7

    તૈયાર ફ્લાવર અને તુવેર દાણા નું શાક ગરમા ગરમ રોટલી સાથે પીરસવું.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (40)

Similar Recipes