પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 300 ગ્રામફુસલી પાસ્તા
  2. ૪/૫ ચમચી તેલ
  3. વ્હાઈટ સોસ માટે :
  4. 2 ચમચી બટર/ ઘી
  5. ૧ કપદૂધ
  6. 2 ચમચીમેંદો
  7. 1/2 ચમચી મરી પાઉડર
  8. સ્વાદ મુજબ મીઠું
  9. રેડ સોસ માટે :
  10. 2 નંગ ટમેટાની પ્યુરી
  11. ૨ નંગડુંગળી ની પેસ્ટ
  12. ૪-૫ કળી લસણ ની પેસ્ટ
  13. 1/2 કપ ટોમેટો કેચપ
  14. 2 ચમચીસ્નેપ in પાસ્તા મિક્સ
  15. 1 ચમચીચીલી ફ્લેક્સ
  16. સ્વાદ અનુસારમીઠું
  17. ગાર્નિશીંગ માટે બે નંગ ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાસ્તાને ગરમ પાણીમાં તેલ અને મીઠું ઉમેરી બાફી લો,નિતારી લો અને બાજુ પર રાખો.

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં બટર ગરમ કરી તેમાં મેંદાને આછા ગુલાબી રંગનો સાંતળી લો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી અને ગાંઠા ન પડે તે રીતે બરાબર મિક્સ કરો તેમાં મીઠું મરી ઉમેરી વ્હાઈટ સોસ તૈયાર કરો.

  3. 3

    આજ રીતે બેથી ત્રણ ચમચી તેલ ગરમ કરી તેમાં લસણ ડુંગળી ની પેસ્ટ ટોમેટો પ્યુરી ચીલી ફ્લેક્સ પાસ્તા મીકસ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી રેડ સોસ તૈયાર કરો.

  4. 4

    હવે બંને સોસને બરાબર મિક્સ કરી તેમાં બાફીને તૈયાર કરેલ આ પાસ્તા ઉમેરો અને મીકસ કરી બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દો.

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ પીંક સોસ પાસ્તા તેને ઉપરથી ચીઝ અને ટોમેટો કેચપ થી ગાર્નીશ કરી અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes