શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦ નંગ પાણીપુરી ની પૂરી
  2. 🔷️પાણીપુરીના માવા માટે
  3. ૧/૨ કપદેશી ચણા
  4. ૩ નંગબટાકા
  5. મીઠું આવશ્યકતા અનુસાર
  6. ૧ ટીસ્પૂનચાટ મસાલો, ૧ ટીસ્પૂન સંચળ પાઉડર
  7. ૧ ટેબલસ્પૂનલીલા ધાણા
  8. ૨ નંગબારીક કટ કરેલ મરચાં
  9. 🔷️ગ્રીન ચટણી માટે
  10. ૧૦૦ ગ્રામ લીલા ધાણા
  11. ૬-૭ પત્તા ફુદીનો
  12. ૩ નંગલીલા મરચાં
  13. લીંબુ નો રસ
  14. ૧ ટેબલસ્પૂનશેકેલા શીંગદાણા
  15. ૧ ટેબલસ્પૂનચણાના લોટની સેવ
  16. ૧ ટીસ્પૂનજીરુ
  17. મીઠું આવશ્યકતા અનુસાર
  18. 🔷️પાણીપુરી નું પાણી
  19. ૩ ગ્લાસપાણી
  20. ૧/૪ કપફુદીનો
  21. ૧/૨ કપલીલા ધાણા
  22. લીલા મરચાં
  23. લીંબુ નો રસ
  24. ૧ ટીસ્પૂનસંચળ પાઉડર
  25. મીઠું આવશ્યકતા અનુસાર
  26. 🔷️ મીઠી ચટણી માટે
  27. ૩ નંગટામેટા
  28. ૭ નંગખજૂર
  29. ૧ ટીસ્પૂનમરચાં પાઉડર
  30. મીઠું આવશ્યકતા અનુસાર
  31. ૧/૨ કપચણાના લોટની ઝીણી સેવ
  32. ૧/૪ કપબારીક કટ કરેલ ડુંગળી
  33. ૧ ટેબલસ્પૂનદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાને ધોઈ અને છ કલાક માટે પલાળી રાખવા. ત્યારબાદ તેને કુકરમાં બે ગ્લાસ પાણી નાખી ચાર સીટી વગાડી બાફી લેવા. બટાકા ને પણ બાફી છોલી અને મેશ કરી લેવા. ચણા બટાકા મિક્સ કરી અને તમામ સામગ્રી ઉમેરવી. ગ્રીન ચટણી બનાવવા માટે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ મસાલા મિક્સરમાં ક્રશ કરી જરૂરિયાત મુજબ ઠંડા પાણીની મદદથી ચટણી તૈયાર કરવી.

  2. 2

    પાણીપુરી નું પાણી બનાવવા માટે એક તપેલીમાં બે ગ્લાસ પાણી લઈ લો. તેમાં મિક્સરમાં ક્રશ કરેલ ફૂદીનો, ધાણા, મરચાં,આદુ એડ કરો અને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. ત્યારબાદ તેમાં સંચળ પાઉડર,મીઠું, લીંબુનો રસ નાખી મિક્સ કરો. જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને પાણી ગાળી લો.

  3. 3

    મીઠી ચટણી બનાવવા માટે ટામેટા અને ખજૂરને કુકરમાં એક ગ્લાસ પાણી નાખી બે સીટી વગાડો.બાફી લો. ઠંડું પડે એટલે તેમાં બ્લેન્ડર ફેરવી અને ગાળી લો. હવે તેમાં મીઠું, મરચું નાખી મિક્સ કરી લો.ત્યારબાદ તેને મસળી અને ગાળી લો.

  4. 4

    હવે પૂરીને વચ્ચેથી તોડી તેમાં બટાકા ચણાનો મસાલો ભરો. ડુંગળી સેવ,દાડમ નાખો. મનગમતી ચટણી તથા પાણીપુરી નું પાણી નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes