વેજીટેબલ નગેટસ (Vegetable nuggets Recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#CDY
Post2
બાળપણ જીવન ની એ પળો છે. જ્યાં કોઈ દુઃખ ની કે કોઈ સુખ ની ખબર નથી હોતી. આ અવસ્થા ને માણી લેવી અને તેમાં ડૂબી ને જીવી લેવું તે જ ખરું બાળપણ છે. 14 મી નવેમ્બર ને બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. મારા બાળકો ને તેમની ફેવરીટ ડિશ બનાવી ને ખવડાવવા માં મને ખૂબ જ આનંદ થાય છે. આજે મે હેલ્થી વેજીટેબલ નગેટ્સ બનાવ્યા છે જેની રેસિપી હું શેર કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત
  1. 4 નંગબાફેલા બટાકા
  2. 6લીલા મરચાં બારીક સમારેલા
  3. 1 ચમચીઆદુ બારીક સમારેલું
  4. 1/2 કપબાફેલી મકાઈ ના દાણા
  5. 1/2 કપગાજર બારીક સમારેલું
  6. 1/2 કપફૂલાવર બારીક સમારેલું
  7. 1 ચમચીઓરેગાનો
  8. 1 ચમચીમરી પાવડર
  9. 1 ચમચીચીલી ફ્લેક્સ
  10. 1 ચમચીઅખરોટ બારીક સમારેલી
  11. 2 ચમચીકોથમીર બારીક સમારેલી
  12. 2 ચમચીતેલ (વેજિટેબલ સોતે કરવા)
  13. 2 ચમચીપૌંઆ નો પાવડર
  14. 1/2 કપમેંદો (સ્લરી બનાવવા માટે)
  15. 1 કપપૌંઆ નો પાવડર (કોટીંગ માટે)
  16. મીઠું સ્વાદાનુસાર
  17. તળવા માટે
  18. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને મેશ કરી લો.

  2. 2

    તેલ ગરમ મૂકી તેમાં લીલા મરચાં અને આદુ ને બે સેકન્ડ માટે સોતે કરી પછી તેમાં ગાજર અને ફ્લાવર ને સોતે કરી લો.

  3. 3

    હવે તેમાં બાફેલી મકાઈ ના દાણા, બાફેલા બટાકા, ઓરેગાનો, ચિલી ફ્લેક્સ, મરી નો પાવડર, અખરોટ, કોથમીર, મીઠું અને પૌંઆ નો પાવડર આ બધું મિક્સ કરીને નગેટ્સ બનાવવા માટે નું મિશ્રણ રેડી છે.

  4. 4

    એક બાઉલમાં મેંદો,મીઠું અને પાણી એડ કરીને સ્લરી બનાવી લો. બીજા બાઉલ માં પૌઆ નો પાવડર રેડી કરી લો.

  5. 5

    હવે મિશ્રણ માંથી નાના નાના બોલ્સ બનાવી ને મેંદા ની સ્લરી માં ડીપ કરીને પૌંઆ ના પાવડર થી કોટિંગ કરી લો.

  6. 6

    ગરમ તેલ માં મિડિયમ ફ્લેમ્ પર નગેટ્સ ને બંને બાજુ સરખું તળી લો. રેડી છે ક્રિસ્પી અને ક્રનચી વેજીટેબલ નગેટસ. બાળકો ના ફેવરીટ વેજિટેબલ નગેટ્સ ને મેયોનીઝ અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes