દાળ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47
શેર કરો

ઘટકો

  1. 1 નાનો બાઉલ તુવેરની દાળ
  2. 1 બાઉલ મગની છોડા વગર ની દાળ
  3. 1 બાઉલ ચોખા
  4. 100 ગ્રામ લીલા વટાણા
  5. 50 ગ્રામફણસી સમારેલી
  6. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાંની પેસ્ટ
  7. 6-7 લસણની કળી ઝીણી સમારેલી
  8. 1 ટી સ્પૂનરાઈ
  9. ૧ ટી.સ્પૂન જીરું
  10. 2મીડિયમ સાઇઝની ડુંગળી
  11. 1મોટું ટામેટું
  12. 1કેપ્સિકમ
  13. સ્વાદ મુજબ મીઠું
  14. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  15. 1 ટીસ્પૂનહળદર
  16. 1 ટીસ્પૂનધાણા-જીરુ પાઉડર અને ગરમ મસાલો
  17. 2 ટેબલ સ્પૂનતેલ
  18. 2 ટેબલ સ્પૂન ઘી
  19. 4-5 કાજુના ટુકડા
  20. કોથમીર
  21. ૮થી ૧૦ શીંગદાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દાળને બાફી લઈશું હવે તેમાં પલાળેલા ચોખા ઉમેરી ખીચડી બનાવી દઈશું

  2. 2

    હવે એક પેનમાં તેલ અને ઘી ઉમેરી જીરું અને રાઈ નાખી શીંગદાણા ઉમેરવા તેમાં લસણની સમારેલી કડીઓ ઉમેરી દેવી કાજુ પણ ઉમેરી દેવા

  3. 3

    હવે તેમાં ડુંગળી આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરી દેવું એક મિનિટ બાદ તેમાં ટામેટા ઉમેરી દેવા ટામેટા થોડા ચડે ત્યારબાદ વટાણા ફણસી અને કેપ્સીકમ ઉમેરી દેવું હવે તેમાં બધા મસાલા ઉમેરવા બે-ત્રણ મિનિટ માટે તેને શેકાવા દેવું

  4. 4

    હવે તૈયાર થયેલી ખીચડીને આ મિશ્રણમાં ઉમેરી બરાબર હલાવી મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં કોથમીર ભભરાવી સર્વ કરવું

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes