ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..
હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે.

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

દરેક ઘરમાં બને અને બધાને આવડે..સહેલી રીતે કે lenghty રીતે...છેવટે ટેસ્ટ તો એ જ રહેવાનો છે..
હું આ હલવો પ્રેશર કુકરમાં બનાવવાની છું એટલે ઝડપી બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૪ નંગમોટા ગાજર
  2. ૧/૨લીટર દૂધ
  3. ૧/૨ વાટકીખાંડ (વધતી ઓછી કરી શકાય)
  4. ૧ ચમચીઇલાયચી ના દાણા
  5. ચમચા કાજુ બદામ પિસ્તા ના ટુકડા ઘીમાં સાંતળેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ગાજર ને ધોઈ,પીલ કરી વચ્ચે નો સફેદ ભાગ કાઢીને ટુકડા કરી લેવા

  2. 2

    પ્રેશર કુકરમાં ઘી ઉમેરી ટુકડા ને સાંતળી લેવા અને એલચીના દાણા પણ નાખી દેવા, ફક્ત એક વ્હિસલ બોલાવી ગાજર ના ટુકડાને બાફી લેવા,

  3. 3

    ત્યારબાદ ચમચી થી અધકચરું મેશ કરી દૂધ ઉમેરી ચડવા દેવું..દૂધ બળવા આવે એટલે મેશર થી એકસરખું મેશ કરી ખાંડ ઉમેરી બધું પાણી અને દૂધ બળી જાય ત્યાં સુધી પકાવવું.

  4. 4

    હલવો લચકા પડતો લાગે એટલે ગેસ બંધ કરી થોડો ઠંડો કરવો ત્યારબાદ તેમાં થોડા કાજુ બદામ પિસ્તા ના કટકા ઉમેરી હલાવી લેવો..

  5. 5

    હવે સરવિંગ બાઉલ માં કાઢી ઉપરથી વધેલા કાજુ બદામ પિસ્તા ના કટકા થી ગાર્નિશ કરવો.
    આ હલવો ઠંડો અને ગરમ બંને રીતે સારો લાગે છે.તેમાં વેનીલા આઈસ્ક્રીમ નો સ્કૂપ મૂકી ને ખાવાની બહુ મજા આવે છે. અહી મે એકલો ગાજરનો હલવો જ સર્વ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes