કોબી નું શાક (Kobi Shak Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 400 ગ્રામકોબી સમારેલી
  2. 2બટાકા મધ્યમ સમારેલા
  3. 1/2 ટામેટું ઝીણું સમારેલું
  4. 1/4 કપવટાણા
  5. 1 ટેબલ સ્પૂનતેલ
  6. 1/2 ટી સ્પૂનરાઈ
  7. 1/2 ટી સ્પૂનજીરું
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1/2 ટી સ્પૂનહળદર
  10. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  11. 1 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  12. 2 ટેબલસ્પૂનકોથમીર ઝીણી સમારેલી
  13. ગાર્નિશીંગ માટે
  14. કોથમીર
  15. સર્વ કરવા માટે
  16. રોટલી
  17. ભાત
  18. મગ ની દાળ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કોબી બટાકા ટામેટા સમારી લો. ગેસ પર કૂકર માં તેલ ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું ઉમેરો. સમારેલા ટામેટા અને મીઠું અને હળદર ઉમેરો. થોડી વાર કૂક થવા દો.

  2. 2

    ટામેટા થોડા નરમ થાય એટલે બટાકા નાખો. લાલ મરચું પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરો અને સરખું મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલી કોબી અને વટાણા ઉમેરો. સરખું મિક્સ કરી લો. મધ્યમ આંચ પર 2 સીટી થવા દો. કૂકર ઠારે એટલે કોથમીર નાખી મિક્સ કરી લો. કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes