ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani

ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3-4ગાજર છીણેલા
  2. 2 વાટકીદૂધ
  3. 3 ચમચી મલાઈ
  4. 2 ચમચીઇલાયચી પાઉડર
  5. 1 વાટકીખાંડ (સ્વાદ અનુસાર વધુ - ઓછી કરી શકાય છે.)
  6. 3 ચમચીઘી
  7. કાજુ, બદામ, કીસમીસ ની કતરી - ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગેસ ચાલું કરી એક કડાઈમાં ઘી મૂકી ગરમ કરવું.

  2. 2

    ઘી ગરમ થાય એટલે તેમાં છીણેલું ગાજર ઉમેરવું. તેને ઘી સાથે પાચ મિનિટ સુધી હલાવતાં રહેવું.

  3. 3

    હવે તેમાં દૂધ, મલાઈ અને ખાંડ ઉમેરી દો.

  4. 4

    હવે ખાંડ અને દૂધ ઓગળે ત્યાં સુધી ચમચા વડે ગાજરને સતત હલાવતાં રહેવું.

  5. 5

    ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી દેવો. અને હલાવી લેવું.

  6. 6

    હવે ગેસ બંધ કરી હલવાને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવું. તેની ઉપર કાજુ - બદામ, કીસમીસ ભભરાવી સર્વ કરવું.

  7. 7

    આપણે કાજુ બદામ ને ઘી ઉમેરી ને તેમાં પણ નાખી શકીએ છીએ.

  8. 8

    તો સર્વ કરવાં માટે તૈયાર છે લાજવાબ ગાજરનો હલવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meenaben jasani
Meenaben jasani @Meenabenjasani
પર

ટિપ્પણીઓ

Similar Recipes