કાળા તલનું કચરિયું (Black Sesame Seeds Kachariyu Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#VR
#MBR7
#Week7
#Cookpadgujarati

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે. તો આજે હું તમારા માટે વધુ એક વાનગી લઇને આવી. છું. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન, મેગ્નેશ્યમ અને ફોસ્ફરસ સારી પ્રમાણમાં હોય છે. કચરિયું એ તલ અને ગોળ નું ખૂબ જ સરસ મિશ્રણ છે. કચરિયું શિયાળા માં લગભગ દરેક ના ઘર માં ખવાતું જ હોય છે તો આજે આપણે ઘરે ચોખ્ખું અને સ્વાદીસ્ટ કચરિયું કેવી રીતે બનાવવું તે જોઈએ. આમ તો કચરિયું ઘાણી માં બનતું હોય છે પણ આજે એને મિક્ષર માં સરળતા થી કેવી રીતે બનાવવું તે જોઈએ. તલ ને અધકચરા ક્રસ કરવા વધુ પડતા ક્રસ નથી કરવાના. એકલા ગોળ કે એકલી ખજુર નો ઉપયોગ કરી ને પણ કચરિયું બનાવી શકાય. સુંઠ અને ગંઠોડા વધારે અથવા ઓછા કરી શકાય. જો તલ નું તેલ ના મળે તો સનફ્લાવર તેલ વાપરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
6 વ્યકિત
  1. 250 ગ્રામકાળા તલ
  2. 2 tbspઘી
  3. 2 tbspકાચો દળેલો બાવડિયો ગુંદર
  4. 1 tbspકણી ગુંદર
  5. 8-10 નંગકાજુ
  6. 8-10 નંગબદામ
  7. 4 નંગઅખરોટ ના ટુકડા
  8. 2 tbspમગજતરી ના બીજ
  9. 1 tbspગંઠોડા પાઉડર
  10. 2 tbspસૂંઠ પાઉડર
  11. 1 tbspખસખસ
  12. 2 tbspસૂકા નારિયેળ નું છીણ
  13. 1/2 કપછીણેલો કોલ્હાપુરી ગોળ
  14. 3-4 tbspતલ નું તેલ
  15. 👉 ગાર્નિશ માટે :--
  16. સૂકા નારિયેળ નું છીણ જરૂર મુજબ
  17. મગજતરી ના બીજ જરૂર મુજબ
  18. તળેલો ગુંદર ના ટુકડા જરૂર મુજબ
  19. કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ જરૂર મુજબ
  20. કલરફૂલ ટુટી ફ્રુટી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં કાળા તલ ને ઉમેરી થોડી વાર માટે ડ્રાય રોસ્ટ કરી એક બાઉલ માં કાઢી ઠંડા કરી લો. હવે એજ પેન માં ઘી ગરમ કરી તેમાં ગુંદર પાઉડર અને થોડા મોટા ગુંદર ના ટુકડા ને ફૂલી જાય એટલો તળી લો. હવે આ ગુંદર ને પણ ઘી સાથે બીજા બાઉલ મા કાઢી ઠંડો કરી લો.

  2. 2

    હવે ઠંડા કરેલા તલ ને મિક્સર જાર માં ઉમેરી તેમાં કાજુ, બદામ, અખરોટ અને મગજતરી ના બીજ ઉમેરી પલ્સ મોડ પર ક્રશ કરી લો. હવે આમાં ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ખસખસ અને સૂકા નારિયેળ નું છીણ ઉમેરી ફરીથી ક્રશ કરી લો.

  3. 3

    હવે આ મિશ્રણ માં છીણેલો કોલ્હાપુરી ગોળ ઉમેરી ચમચીથી એક વાર હલાવી લઈ ફરીથી ક્રશ કરી લો. હવે આમાં ઘી સાથે નો તળેલો ગુંદર પાઉડર અને તલ નું તેલ ઉમેરી ફરીથી ક્રશ કરી લો.

  4. 4

    હવે આ મિશ્રણ ને એક બાઉલ મા કાઢી આ કચરિયા ને હાથ થી બરાબર મિક્સ કરી લો. જેથી કચરિયું તૈયાર થઈ જાય. આ કચરિયા ને સર્વ કરવા માટે એક પ્લેટ માં રીંગ લગાવી અંદર કચરીયા ને દબાવી ને spread કરી લો.

  5. 5

    હવે આપણું એકદમ હેલ્થી અને પૌષ્ટિક કાળા તલ નું કચરિયું તૈયાર છે સર્વ કરવા માટે. આ કચરિયાં પર સૂકા નારિયેળ નું છીણ ભભરાવી ઉપર મગજતરી ના બીજ, તળેલો ગુંદર, કાજુ, સૂકી દ્રાક્ષ, બદામ અને ટુટી ફ્રુટી ઉમેરી ગાર્નિશ કરી સર્વ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes