મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી બનાવવા માટે
  2. ૨ ચમચીતેલ
  3. ૨ નંગસમારેલાં લીલા મરચાં
  4. ૧/૨ઈચ આદુનો ટુકડો
  5. ૨ નંગમીડિયમ સાઇઝની ડુંગળી ઊભી સમારેલી
  6. ૪ નંગમોટા ટામેટા ટુકડા કરેલા
  7. ૨ નંગસૂકા કાશ્મીરી મરચા
  8. ૧ કપપાણી
  9. મીઠું સ્વાદાનુસાર
  10. મટર પનીર બનાવવા માટે
  11. ૧ ચમચીબટર
  12. ૨ ચમચીતેલ
  13. ૧/૨ ચમચીજીરુ
  14. ૧/૪ ચમચીહિંગ
  15. ૧ ચમચીઝીણા સમારેલા લીલા મરચા
  16. ૧ ચમચીઝીણું સમારેલું લસણ
  17. ૧ ચમચીચણાનો લોટ
  18. ૧/૪ ચમચીહળદર
  19. ૧/૨ ચમચીલાલ મરચું
  20. ૧ ચમચીધાણાજીરૂ
  21. ૧/૨ ચમચીગરમ મસાલો
  22. ૧ ચમચીખાંડ
  23. મીઠું સ્વાદાનુસાર
  24. પાણી જરૂર મુજબ
  25. ૨૦૦ ગ્રામ પનીર
  26. ૧ કપબાફેલા વટાણા
  27. લીલા ધાણા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને ડુંગળી ઉમેરીને સાંતળો ડુંગળીની કચાસ દૂર થાય એટલે તેમાં ટામેટા તેમજ સુકા લાલ મરચા ઉમેરી તેને બરાબર ચડવા દો. ટામેટા થોડા જ ચડે એટલે પાણી ઉમેરી તેને બરાબર cook કરી મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ મિક્સરમાં ક્રશ કરી લો.

  2. 2

    આજ પેનમાં તેલ અને બટર લઇ જીરું અને હિંગનો વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં અને લસણ ઉમેરીને સાંતળો તેમાં ચણાનો લોટ ઉમેરી તેને બરાબર શેકી લો.

  3. 3

    હવે તેમાં ક્રશ કરેલી ગ્રેવી ઉમેરી તેને બરાબર કુક કરો. તેમાં ખાંડ તેમજ જરૂર મુજબ મીઠુ ઉમેરી ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવા દો. ત્યારબાદ તેમાં નાના ટુકડામાં કાપેલું પનીર તેમજ બાફેલા વટાણા ઉમેરી મિક્સ કરી ત્રણ મિનિટ માટે ઢાંકીને ચડવા દો. લીલા ધાણા ભભરાવી ગરમાગરમ સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes