વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)

Nikita Mankad Rindani
Nikita Mankad Rindani @nikita90
શેર કરો

ઘટકો

  1. ૨ કપહાંડવા નો લોટ
  2. ૧/૪ કપદૂધી
  3. ૧/૪ કપગાજર
  4. ૧/૪ કપશીંગદાણા
  5. ૧/૪મકાઈ
  6. ૧/૪ કપવટાણા
  7. સ્વાદ મુજબ મીઠું
  8. વઘાર માટે
  9. ૧ ટી સ્પૂનરાઈ
  10. ૧ ટી સ્પૂનહિંગ
  11. ૭/૮ નંગ લીમડાના પાન
  12. ૧ નંગલાલ સૂકું મરચું
  13. ૧ ટી સ્પૂનહળદર
  14. ૧ ટી સ્પૂનલાલ મરચું
  15. ૨ મોટી ચમચીતલ
  16. ૧ ટી સ્પૂનખાવાનો સોડા / ઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં હાંડવા નો લોટ લઈ તેને લગભગ ૫/૬ કલાક આથો લાવવા માટે પલાળો.

  2. 2

    હવે એક પેનમાં વઘાર માટે તેલ મુકો ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ, હિંગ, તલ, લીમડા ના પાન, મરચું નાખી વઘાર તૈયાર કરો હવે હાંડવા ના લોટમાં ગાજર, દૂધી, બાફેલા વટાણા, મકાઈ, શીંગદાણા, તેમજ સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી વઘાર નાખી ને મિશ્રણ તૈયાર કરો.જેથી બધો સ્વાદ બેસી જાય.

  3. 3

    હવે એક પેનમાં થોડું તેલ મૂકી હાંડવા ના મિશ્રણ ને પાથરી દો.અને થોડીવાર ચડવા દો પછી એજ રીતે બીજી બાજુ શેકી લો.તૈયાર થઈ જાય એટલે ગરમ ગરમ લીલી ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે વેજીટેબલ હાંડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nikita Mankad Rindani
પર

ટિપ્પણીઓ

Similar Recipes