ચીઝ હાંડવો (Cheese Handvo Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#LB

શેર કરો

ઘટકો

  1. 1 કપહાંડવા નો લોટ
  2. 1/4 કપદહીં
  3. 1/2 કપખમણેલી દૂધી
  4. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  5. 1/2 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનવટાણા
  7. 1 ટેબલ સ્પૂનમકાઈ ના દાણા
  8. 4-5મીઠા લીમડાનાં પાન
  9. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  10. 1/4 ટી સ્પૂનહળદર
  11. 1/2 ટેબલ સ્પૂનતેલ
  12. 1/2 ટી સ્પૂનરાઈ
  13. 1 ટી સ્પૂનતલ
  14. 1/4 ટી સ્પૂનહિંગ
  15. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  16. 2કયુબ ચીઝ
  17. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ હાંડવા ના લોટ માં દહીં,હળદર અને હુંફાળા પાણી ઉમેરીબરોબર મિક્સ કરી આથો લાવવા મુકી રાખો. પછી તેમાં દૂધી, કોથમીર, વટાણા, મકાઈ અને આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  2. 2

    હવે એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ, તલ અને લાલ મરચું ઉમેરી વઘાર તૈયાર કરવો. હાંડવા ના ખીરા ઉપર લીમડો અને બેકિંગ સોડા મુકી તેના ઉપર વઘાર રેડવો.

  3. 3

    હવે તેને બરોબર મિક્સ કરી લો પછી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે એક ગરમ પેનમાં કુકી કટર મુકી તેમાં તેલ ગરમ કરી રાઈ,તલ નો વઘાર કરી ખીરૂ પાથરવું. પછી તેના ઉપર ચીઝ ના પીસ મુકવા. પાછું તેના ઉપર ખીરૂ પાથરી ઉપર તલ છાંટો.

  5. 5

    થોડી વાર ઢાંકી ને ચડવા દો. પછી કુકી કટર સાચવી ને કાઢી લેવું અને હાંડવા ને પલટાવી લેવો.

  6. 6

    બંને બાજુ ક્રિસ્પી થાય ત્યા સુધી શેકવો.

  7. 7

    થોડો ઠંડો થવા દેવો અને પછી લંચ બોકસ માં ટોમેટો કેચઅપ સાથે પેક કરવો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (24)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
Pela samj ma na avyu k kai rite bnavyo...pachi 2,3 var joyu n read kryu to khyal avi gyo.very nice

Similar Recipes