ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 8-10નાની બટેટી
  2. 2 મોટી ચમચીલાલ મરચું
  3. 2 મોટી ચમચીધાણા જીરું
  4. 1 નાની વાટકીલસણ ની લાલ ચટણી
  5. ખાંડ (વૈકલ્પીક)
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પાણી જરૂર મુજબ
  8. 2 મોટા ચમચાતેલ
  9. 1 નાનો કપકોથમીર
  10. 1/2 કપ શીંગ નો ભૂકો
  11. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટા બાઉલ માં કોથમીર ને ધોઈ ને ઝીણી ઝીણી કાપી, તેમાં ધાણા જીરું,લસણ ની ચટણી,શીંગ નો ભૂકો નાખી મિક્સ કરો. આ બધું માપ આપેલ છે એમાંથી 1/2 1/2 લેવું અને 1/2 બીજા વઘાર માટે રાખવું

  2. 2

    હવે બટેટી ની છાલ ઉતારી વચ્ચે કાપ પાડી ઉપર નો મસાલો ભરી અને કુકર માં 1 ચમચા તેલ માં વઘાર કરો.

  3. 3

    ત્યારબાદ એક પેન માં 1 મોટો ચમચો તેલ નાખી થોડી લસણ ની ચટણી નાખી હલાવો...ત્યાર બાદ મરચું અને ધાણાજીરું,ગરમ મસાલો નાખી ને વઘારેલ બટેટી ઉમેરી દો...

  4. 4

    હવે તેમાં પાણી ઉમેરી, મીઠું ઉમેરી હલાવી અને તેને ઢાંકી ને ધીમા તાપે ચડવા દો

  5. 5

    આ સ્ટેપ એ ખાંડ નાખવી હોય તો નાખી શકાય

  6. 6

    જે પ્રમાણે ફાવે એ પ્રમાણે કંસિસ્ટનસી રાખી ઉપર કોથમીર નાખી, સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

ટિપ્પણીઓ

Similar Recipes