શીંગદાણા ની ચીકી (Shingdana Chikki Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સિંગદાણાને શેકી ને તેના ફોતરા કાઢી નાખો. પછી ગોળ ને કાપી ને તૈયાર કરો.હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં કાપેલો ગોળ ઉમેરો ગોળ ની પાય તૈયાર કરો.
- 2
ગોળ ની પાય બનાવતી વખતે તેને સતત હલાવતા રહેવું.
- 3
ગોળની પાય તૈયાર થઈ છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી લઈ તેમાં બે-ત્રણ ટીપાં ગોળની ચાસણીના ઉમેરો.પછી ચેક કરો કે કઠણ પથ્થરની જેમ થઈ ગયો હોય તો સમજી લેવું કે ચાસણી તૈયાર છે.હવે ગોળની ચાસણીમાં શેકેલાં શીંગદાણા નાખી જલદી થી હલાવો.ગેસ બંધ કરી નાખો.
- 4
કિચનના પ્લેટફોર્મ પર ઘી અથવા તેલ લગાવીને ચીકીને વાટકી ઉપર તેલ કે ઘી લગાવીને અથવા વેલણ ઉપર ઘી કે તેલ લગાવીને તેની મદદથી પાથરો. ઠંડી થાય પછી તેના ટુકડા કરી લો. શીંગદાણા ની ચીકી બનીને તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15960441











ટિપ્પણીઓ (23)