રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)

Veena Gokani
Veena Gokani @veenagokani

બ્રેકફાસ્ટ રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ રવો
  2. ૨૦૦ ગ્રામ દહીં
  3. ૧/૨ ચમચીઇનો અથવા સાજીના ફૂલ
  4. વઘાર માટે
  5. ૨ ચમચી તેલ
  6. ૧/૪ ચમચી તલ
  7. ૧/૨ ચમચી રાઈ
  8. ૧/૪ ચમચી હીંગ
  9. લાલ સૂકા મરચા
  10. લીમડો
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ રવાને દહીંમાં ૧૫ મિનિટ પલાળી રાખવો.

  2. 2

    ઢોકળીયામાં પાણી ગરમ કરવા મૂકવું.તેમાં જાળી પર થાળી પણ તેલ લગાવી મૂકી દેવી.

  3. 3

    હવે રવાને હલાવી જરૂર પૂરતું પાણી નાખવું. ઈનો નાખી તેના પર થોડું પાણી નાખી એકદમ એક જ બાજુ એ ચમચો ફેરવતા હલાવવું. મિશ્રણ ફૂલી જશે ત્યારે ગરમ કરેલ થાળીમાં રેડવું.૧૦ મિનિટ પછી.ચેક કરવું. ચપ્પુ માં જરા પણ ચોંટે નહિ તો ગેસ બંધ કરી થાળી ઉતરી લેવી.થોડી ઠંડી થાય એટલે કાપા પડી લેવા.

  4. 4

    વઘારીયમાં તેલ ગરમ મૂકી રાઇ હિંગ તલ સૂકા મરચાં લીમડા નો વઘાર થાળીમાં ચારે બાજુ રેડી દેવો.એકદમ સોફ્ટ રવા ના ઢોકળા તૈયાર.

  5. 5

    ધાણા ભાજી છાંટવા.પછી પીસ છૂટા પડી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Veena Gokani
Veena Gokani @veenagokani
પર

ટિપ્પણીઓ

Similar Recipes