પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice )

પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)

પાલક ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં લંચ માટે પાલક પુલાવ (Spinach Rice )

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. 1બાઉલ રાંધેલા ભાત
  2. 1 વાટકીપાલક ની પ્યુરી
  3. 2 ચમચીઘી
  4. 1/2 ટી સ્પૂન જીરું
  5. 1/4 ટી સ્પૂન હિંગ
  6. 1 ટી સ્પૂનમીઠું
  7. 1સૂકૂ લાલ મરચું
  8. ૮/૧૦ કાજુ
  9. 1 ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  10. 1/4 ટી સ્પૂન હળદર
  11. 1 ટી સ્પૂનધાણાજીરુ
  12. 1/2 ટી સ્પૂન લાલ મરચું પાઉડર
  13. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો
  14. 1જીણી સમારેલી ડુંગળી
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચોખા ને ૧૫ મીનીટ પહેલા પલાળી રાખવા પછી રાઈસ બનાવી ને તૈયાર કરી લેવા રાઈસ માં એક ટી સ્પૂન મીઠું અને ૪/૫ drops લીંબુ 🍋 ના નાખવા.

  2. 2

    ત્યારબાદ વઘાર માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી પાલક ને ગરમ પાણી મા બોઈલ કરી ને પ્યુરી બનાવવી પછી તેમાં ચપટી ખાંડ નાખી દેવી જેથી પ્યુરી ગ્રીન જ રહેશે.

  3. 3

    એક પેનમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકવું પછી તેમાં જીરૂં હીંગ અને સૂકૂ લાલ મરચું નાખવું

  4. 4

    ત્યારબાદ તેમાં કાજુ ઉમેરવા થોડી વાર પછી જીણી સમારેલી ડુંગળી નાખી દેવી અને આદુ મરચા અને લસણની પેસ્ટ નાખી સાંતળો

  5. 5

    ત્યારબાદ તેમાં હળદર લાલ મરચુ અને ધાણાજીરું અને મીઠું અને ગરમ મસાલો નાખીને મિક્સ કરી લેવું

  6. 6

    હવે તેમાં પાલક ની પ્યુરી નાખી ને મિક્સ કરી લેવું અને ૫/૭ મીનીટ સુધી થવા દેવું.

  7. 7

    પાલક ની ગ્રેવી માં તૈયાર કરેલા ભાત હળવેથી મિક્સ કરી લેવા serving પ્લેટમાં લઈ કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરવા.

  8. 8

    તો તૈયાર છે ગરમા ગરમ પાલક પુલાવ મેં સર્વ કર્યો છે. રાયતા સાથે રાઈસ એકદમ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes