શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઅડદ દાળ
  2. 3 વાટકીચોખા
  3. 1 વાટકીદહીં થોડું ખટાસ વાળું
  4. 1 ગ્લાસગરમ પાણી
  5. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીશેકેલું જીરું પાઉડર
  8. 1/2 ચમચીહિંગ
  9. 1 ચમચીકોથમીર સમારેલી
  10. ચપટીખાવાનો સોડા
  11. 1 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં અડદની દાળ અને ચોખાને ધોઈને સાફ કરી એક રાત અથવા 7 કલાક પલાળી રાખો.

  2. 2

    બીજા દિવસે સવારે તેમાં મીઠું, ખાવાનો સોડા અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.એક વાટકી દહીં અને ગરમ પાણી ઉમેરીને બરાબર ક્રશ કરી ખીરું તૈયાર કરો

  3. 3

    સ્ટીમર અથવા સ્ટીમ ઢોકળિયા માં થાળી ને તેલ લગાવી ખીરાને પાથરી વરાળથી બાફી લો.તેમના પર જીરું પાઉડર અને મરી પાઉડર ભભરાવી દો

  4. 4

    બફાઈ જાય એટલે તેમના ટુકડા કરી તેના પર કોથમીર ઝીણી સમારેલી ભભરાવી દો ઈદડા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes