ઈદડા (Idada Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચોખા
  2. 50 ગ્રામઅડદની દાળ
  3. 250 ગ્રામદહીં
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૨ ચમચીવાટેલા આદુ મરચા
  6. 1/3 ચમચીસોડા
  7. 3 ચમચીતેલ
  8. ૧ ચમચીમરીનો અધકચરો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને અડદની દાળને કરકરા દરીને મિક્સ કરો. આ રીતે તૈયાર થયેલા ઢોકળાંના લોટમાં દહીં અને પાણી નાંખી ખીરું તૈયાર કરવું. ખીરામાં આથો લાવવા માટે છ કલાક તડકામાં રાખી મુકો.

  2. 2

    આથો આવ્યા પછી તેમાં તેલ, મીઠું, વાટેલા આદુ-મરચા અને સોડા નાંખી ખીરાને ખૂબ જ હલાવવું. ઢોકળીયા માં પાણી ભરી ગરમ કરો.

  3. 3

    ઢોકળીયા માં પાણી વરાળ થવા લાગે એટલે થાળીમાં થોડું ખીરું નાંખી ઉપર મરીનો ભૂકો ભભરાવવી અને ઢોકળીયુ બંધ કરી દેવું.

  4. 4

    પાંચ મિનિટ સુધી ખીરાને તેને વરાળમાં બફાવા દો. પછી બહાર કાઢીને થોડું ચેક કરી લો કે બરાબર બફાઈ ગયા છે કે નહીં. હવે ઢોકળાની થાળીને થોડીવાર બહાર રાખી મુકો. થાડી ઠંડી પડે એટલે ઉપરથી રાઈ કળી પત્તા નાંખી વધાર કરો અને પછી કટકા કરો.

  5. 5

    પછી સર્વીગ પ્લેટ મા લઇ લીલી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes