મઠરી સ્ટીક

Krishna Mankad @Krishna_03
મઠરી એવો નાસ્તો છે જે નાના મોટા બધાને ભાવે જ. એકલી પણ ખાવી ગમે અને ચા-કોફી, ચટણી કે ખાટું અથાણું બધા સાથે પણ જામે👌.
મઠરી સ્ટીક
મઠરી એવો નાસ્તો છે જે નાના મોટા બધાને ભાવે જ. એકલી પણ ખાવી ગમે અને ચા-કોફી, ચટણી કે ખાટું અથાણું બધા સાથે પણ જામે👌.
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટમાં મેંદો મીઠું મરી પાઉડર જીરું તલ ભેળવીને તેમા ઘીનું મોણ નાખવું અને જરૃર મુજબ પાણી ઉમેરી એકદમ કઠણ લોટ બાંધવો. ૧૦-૧૨ મિનિટ સાઈડ પર રાખવો.
- 2
હવે કણક માંથી મોટી રોટલી વણીને ચપ્પુ વડે રોટલીની લાંબી પટ્ટીઓ કાપી ગરમ તેલ માં મીડિયમ આંચ પર તળવી.
- 3
બનેલી મઠરી સ્ટીક ને ગરમા ગરમ ચા અને અથાણા સાથે સર્વ કરવી.
Similar Recipes
-
લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
#MA 💐 Happy Mother's Day to all lovely mothers...👍🏻🥰🙏 જગતમાં સર્વપ્રથમ અને બાળક ના મુખમાંથી નીકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે " માં " કે " મમ્મા "છે. કવિઓએ માતૃપ્રેમ નો મહિમા મુક્તકંઠે ગાયો અને બિરદાવ્યો છે. ..ગુજરાતી સાહિત્ય ના ફેમસ કવિ બોટાદકરે પોતાની કવિતા માં કહ્યું છે કે , " જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! "... મેં આજે મારી મમ્મી ને ખુબ જ ભાવતી એવી લચ્છા મિન્ટ મઠરી બનાવી છે... મઠરી આપણે ઘણા બધા પ્રકારની બનાવી છીએ.. જેમાં સ્વાદ માં અને આકાર મા પણ ઘણી બધી રીતે મઠરી બનતી હોય છે... મઠરી ને સવાર નાં નાસ્તા માં ચા કે કોફી સાથે બ્રેકફાસ્ટ માં લેવામાં આવે છે.આજે મેં આ મઠરી માં ફુદીના ના પાન ઉમેરી એક નવા આકાર અને સ્વાદ ની બનાવી છે. આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. Daxa Parmar -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ક્રીસ્પી આટા બેસન મઠરી (Crispy Aata Besan Mathri)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૨આ મઠરી ચા સાથે ખાવા માટે એકદમ બેસ્ટ સ્નેક્સ છે. નાના મોટા સૌને ભાવે એવી મઠરી..ખૂબ જ સરળ રેસિપી છે. દેખાવ માં જેટલી લાજવાબ છે ટેસ્ટ માં પણ એટલી જ સ્વાદિષ્ટ છે.આ મઠરી તમે ડબ્બા માં ૧૫-૨૦ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો. Sachi Sanket Naik -
રીંગણ ની મઠરી (Ringan Mathri Recipe In Gujarati)
રીંગણ ની મઠરી એ એક નવીનચટણી સાથે માણી શકાય એવો નાસ્તો છે જે દરેક ને ભાવે એવો છે. મઠરી મા રીંગણ નો ઉપયોગ એ એક નવીન પ્રયોગ છે, ઝટપટ બની જાય અને સૌને ભાવે એવો.આમાં તમે તમારી સુજબૂજ મુજબ મનગમતા ફેરફાર કરી શકો છો. Dhaval Chauhan -
ટમેટો ફલેવડૅ મઠરી
ટમેટાની ફલેવડૅઆપી મઠરી બનાવી નવીન બનાવી બધાને કઈંક નવું આપવાની ટાૃયકરી છે.#દિવાળી Rajni Sanghavi -
મેથી મઠરી
#ટીટાઇમ આજે મે નાસ્તા માટે આ મઠરી બનાવી છે . જે ખુબ જ ટેસ્ટી ને ક્રિસપી બની છે. ચા સાથે તેમજ ટ્રાવેલિંગ માં લઇ જઇ શકાઈ છે. Krishna Kholiya -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કડક નાસ્તા પૂરી
#par નાસ્તા માટે આ પૂરી બેસ્ટ છે. જેને ચા,કોફી,ચટણી,દહીં સાથે કે એકલી પણ ખાઈ શકો છો. Varsha Dave -
*મેથી મઠરી ફલાવસૅ*
ફરસી પુરી અનેક રીતે બનાવી શકાય તેથી આજે ફલાવસૅશેપમાં મેથી મઠરી બનાવી.#ફ્રાયએડ# Rajni Sanghavi -
આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
#આલુ એકદમ ક્રીસ્પ અને ચટપટી આલુ મઠરી એક વખત જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
મસાલા કાજુ મઠરી (Masala Kaju Mathri Recipe In Gujarati)
#DTR#cookpadgujratiમસાલા કાજુ મઠરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે તો આ દિવાળી પર તમે ઘરે બનાવો અને બધા ને ખવડાવો મસાલા કાજુ મઠરી ઘઉં ના લોટ થી બનાવી શકાય છે એટલે તે હેલ્થી પણ છે Harsha Solanki -
-
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી તુવેરની ફ્રાય અને રોસ્ટેડ કચોરી(Lilva kachori fried and roased recipe in Gujarati)
#GA4#Week13શિયાળા માં સૌની મનપસંદ અને લોકપ્રિય વાનગી તથા હેલ્થી પણ છે અને ઘર માં નાના - મોટા બધા ને ખુબ જ ભાવે છે . Maitry shah -
લચ્છા મિન્ટ મઠરી(Lachha Mint Mathri recipe in Gujarati)
#વિકમીલ3 મઠરી આપણે ઘણા પ્રકારની બનાવએ છીએ,મઠરીને ચા સાથે વધારે લેવામાં આવે છે, આજે મેં પુદીનાના પાન ઉમેરી એક નવા આકારની મઠરી બનાવી છે જેને મેં લચ્છા પરાઠા જેવું આકાર આપ્યો છે, આ મઠરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે., જે બધાને ગમશે. Harsha Israni -
મસાલા મઠરી
#નોર્થઆ પંજાબ માં સૌથી વધુ ખાવા માં આવે છે,આ હળવો નાસ્તો છે તેને તમે બે મહિના સુધી રાખી શકો છો અને આ ખાવા માં ટેસ્ટી ને સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
ફ્લોવર મઠરી
#હોળીહોળી માટે અલગ અલગ નાસ્તા જો બનાવીને રાખીએ તો સરળ પડે. આ મઠરી ને ફૂલ નો આકાર આપવાથી દેખાવ માં સરસ લાગે છે. Bijal Thaker -
મેંદા ની પળ વાળી પૂરી(menda ni pal vali puri recipe in Gujarati)
#સાતમસાતમ આઠમ ના તહેવાર માં લગભગ બધા ના ઘરે બનતી હોય છે હું મારા મમ્મી ની રેસીપી થી બનાવુ છું જે ખુબજ સ્વાદિસ્ટ બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે. Suhani Gatha -
પૂરી(Puri Recipe in Gujarati)
#GA4#week9#મૈંદા#ફ્રાઇડ#પૂરીદિવાળી માં બધાના ઘરમાં બનતો નાસ્તો મઠરી લગભગ બધે જ બનતી હશે અલગ અલગ શેપ અને ડિઝાઇન માં ચા સાથે ખવાતી લોકપ્રિય વાનગી એટલે મઠરી Neepa Shah -
નમકીન કાજુ(Namkin Kaju Recipe in Gujarati)
#કૂકબુકઆજે મે મેંદા ના લોટ ના મસાલા કાજુ બનાવ્યા છે જે એકદમ ક્રિસપી અને બજાર જેવો જ ટેસ્ટ લાગે છે,દિવાળી પર આ નાસ્તો ખુબ જ સરસ લાગે છે છોકરાઓ ને પણ ખુબ ભાવે એવા ચટપટા છે,તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
-
જીરા પુરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week 7#jeerapuri#puri#namkeen#drysnacks#COOKPADINDIA#COOKPADGUJRATI જીરા પુરી એ એક કોરો નાસ્તો કે નમકીન છે. જે ચા, આથેલા મરચા, અથાણું વગેરે સાથે સરસ લાગે છે. તે ઘઉંના લોટ, મેંદો, રવા વગેરેથી બનાવી શકાય છે. Shweta Shah -
ઘઉં ના લોટ ની મઠરી (Wheat Flour Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો નો ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે#cookpadindia#cookpad_gu#MA spicequeen -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#RC2ગુજરાતીઓ ના નાસ્તા માં એક ઓર વધારો થાય છે.સુકો નાસ્તો..ટ્રાવેલ માં સાથે હોય તો ચા સાથે કે પછી એકલું ખાવાની પણ મજા આવે છે..કેમ કે એસોલટી છે તો નાના મોટા દરેક નો ફેવરિટ છે.. Sangita Vyas -
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#Ma#Cookpadgujrati#cookpadindiaનાના હોય એ ત્યારે વારંવાર નાની નાની ભૂખ લાગે અને એના માટે નાસ્તો ઘર માં રેડી જ હોય.ફરસી પૂરી એક એવો નાસ્તો છે જે ગમે ત્યારે ચા જોડે કે એમ જ લઈ સકાય.અમારા ઘરે રૂટિન નાસ્તા માટે ફરસી પૂરી બનતી જ.મોટા ભાગે સાતમ આઠમ કે દિવાળી પર એમ તહેવાર માં પણ ફરસી પૂરી બહુ અગત્ય ની છે.મારા મમ્મી એ મને આ ફરસી પૂરી બનાવતા શીખવી છે. બહુ જ ઝડપથી અને સરળ રીતે બને છે. Bansi Chotaliya Chavda -
લચ્છા મઠરી
ફરસી પુરી દિવાળીમાં દરેક ઘેર બનતી હોય છે હવે નવીન લચ્છછા મઠરી બનાવો.#દિવાળી Rajni Sanghavi -
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#SJR ચા અને કોફી સાથે નો કુડકુડ એવો નાસ્તો ફરસી પૂરી બનાવી. Harsha Gohil -
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9મેદા ની ફરસી પૂરી જે ચા કે કોફી સાથે નાસ્તા માં ખાઈ શકાય છે પ્રવાસ માં પણ બનાવી ને લઇ જઈ શકાય છે. Kamini Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16014749
ટિપ્પણીઓ