વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)

sneha desai
sneha desai @cook_040971
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપલીલા વટાણા
  2. ૧ નંગમોટો બટાકા
  3. ૧ નંગનાનું ફલાવર
  4. ૨ નંગકાદો
  5. ૨ નંગટામેટાં
  6. તેલ વધાર માટે
  7. મીઠું સ્વાદ મુજબ
  8. પાણી જરૂર મુજબ
  9. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. ચપટીહળદર
  11. ચપટીહીંગ
  12. ૧ ચમચીધાણા જીરુ
  13. ૧ ચમચીગરમ મસાલો
  14. ૧ ચમચીદહીં (મરજિયાત)
  15. ૧ ચમચીજીરુ
  16. ૧ ચમચીખાડ્ (મરજિયાત)
  17. ૨ ચમચીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં વટાણા, ફલાવર અને બટાકા ધોઈ ને સાફ કરી દો. હવે કાદો અને ટામેટાં ધોઈ ને ચોપર મા ચોપ કરી દો.

  2. 2

    હવે ગેસ ચાલુ કરી ઉપર કુકર મુકો પછી તેમાં વધાર કરો તેલ અને જીરુ નાખો. પછી ચોપ કરેલો કાદો નાખી બધા મસાલા કરો.

  3. 3

    હવે ટામેટાં નાખી બરાબર મીકસ કરી દો અને થોડીક વાર પછી બધા વેજીટેબલ નાખી દો. વટાણા, ફલાવર અને બટાકા નાખી દો

  4. 4

    બધા મસાલા સાથે બરાબર મીકસ કરી દો અને જરૂર મુજબ પાણી નાખો. અને કુકર બંધ કરી દો. ૨ સીટી વગાડો. ઠંડું પડે કુકર એટલે એક વખત બરાબર મીકસ કરી ગરમાગરમ સર્વ કરો ઉપર લીલા ધાણા ભભરાવી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
sneha desai
sneha desai @cook_040971
પર
સુરત
i love cooking...
વધુ વાંચો

Similar Recipes