ગાજર નો હલવો કૂકર માં (Carrot Halwa In Cooker Recipe In Gujarati)

Aanal Avashiya Chhaya
Aanal Avashiya Chhaya @aanal1990
Anjar Kutch

ગાજર નો હલવો કૂકર માં (Carrot Halwa In Cooker Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોગાજર
  2. ૫૦૦ મિલી દૂધ
  3. ૨ ટેબલ સ્પૂનઘી
  4. 1/2 કપ ખાંડ (વધુ ઓછી કરી શકો)
  5. ૨ નંગસફેદ પેંડા
  6. ૩-૪તાતણા કેસર
  7. ૧/૨ ચમચીઇલાયચી પાઉડર
  8. ૨ ચમચીબદામ કાજુ ની કતરણ
  9. જરૂર મુજબ કિસમિસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકર માં ઘી મૂકી અને ગાજરને સાંતળી લો.. એમાં જ કેસર ના તાતણા ઉમેરી લો થોડું દૂધ ઉમેરી અને કૂકર બંધ કરી ૨ થી ૩ વિ્સલ કરી લો અને કૂકર ઠંડુ પડે એટ્લે ઢાંકણ ખોલી એમાં બાકી નુ દૂધ ઉમેરી લો અને દૂધ બળી જાય ત્યાં સુધી હલાવો (ઘી સરખું મૂક્યું હશે તો ગાજર જરા પણ બડશે નઈ)

  2. 2

    હવે તેમાં ખાંડ ઇલાયચી પાઉડર અને પેંડા ઉમેરી લો..થોડી વાર માં ખાંડ બળી જાય એટ્લે કાજુ બદામ ની કતરણ અને કિસમિસ નાખી હલાવી લો.. ગાજર નો હલવો તૈયાર.. ગરમા ગરમ પણ ખાઈ શકો અને ઠંડો પણ ખાઈ શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aanal Avashiya Chhaya
પર
Anjar Kutch

ટિપ્પણીઓ

Similar Recipes