રાઈસ કેપ્સિકમ પકોડા (Rice Capsicum Pakoda Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#Ricecapcicumgaramasala challange
પકોડા એ ઓલ ટાઇમ ફેવરિટ ફરસાણ છે, મે અહીં યા રુટીન સામગ્રી થી ગોટા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે

રાઈસ કેપ્સિકમ પકોડા (Rice Capsicum Pakoda Recipe In Gujarati)

#Ricecapcicumgaramasala challange
પકોડા એ ઓલ ટાઇમ ફેવરિટ ફરસાણ છે, મે અહીં યા રુટીન સામગ્રી થી ગોટા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૧/૨ કપબાસમતી ચોખા
  2. ૨ નંગકેપ્સીકમ
  3. ૧+૧ નંગ ડુંગળી
  4. ૩-૪ નંગલીલાં મરચાં
  5. ૪-૫કળી લસણ
  6. ૧ ટુકડોઆદુ
  7. ૧ ટીસ્પૂનમીઠું
  8. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું
  9. ૧ ટીસ્પૂનગરમ મસાલો
  10. ૧/૨ ટીસ્પૂનખાંડ
  11. ૧/૨ ટીસ્પૂનલીંબુનો રસ
  12. ૧/૪ ટીસ્પૂનખાવાનો સોડા
  13. ૧/૨ કપબેસન
  14. ૧/૨ ટીસ્પૂનઅજમો
  15. ચપટીહિંગ
  16. ૧/૪ કપલીલા ધાણા
  17. તળવા માટે તેલ
  18. ૨ ટીસ્પૂનસોજી
  19. સર્વ કરવા માટે
  20. ટોમેટો કેચઅપ
  21. કોથમીર ની ચટણી
  22. સમારેલી ડુંગળી
  23. તળેલા મરચા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ચોખા ને પાણી થી ધોઈ ૧ કલાક પલાળી રાખો, ત્યાર બાદ સ્ટીમર મા ભાત બનાવવા માટે એક વાસણમાં પ્રમાણ સર નું પાણી ઉમેરીને ભાત રાંધવા માટે મુકો

  2. 2

    ભાત તૈયાર થાય એટલે ૧૦ મિનિટ સુધી ઠંડો થવા દો, તેમાં સમારેલા કેપ્સીકમ, સમારેલી ડુંગળી, કોથમીર, મીઠું,હળદ,ર મરચું હીંગ અજમો, ખાંડ લીંબુનો રસ ચપટી ખાવાનો સોડા, બેસન આદુ લસણ ની પેસ્ટ, સમારેલાં લીલાં મરચાં, સોજી બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો અને ૧૦ મિનિટ સુધી રહેવા દો, ગેસ પર તેલ ગરમ કરો, ૧૦ મિનિટ પછી ગોટા નાં મિશ્રણ ને બરાબર મિક્ષ કરો, જરુરીયાત જેટલું પાણી ઉમેરીને લચકા પડતું ખીરું તૈયાર કરો અને મધ્યમ તાપે ગોટા તળો

  3. 3

    ગરમા ગરમ,ભાત કેપ્સિકમ ગરમ મસાલા વાળા ગોટા ક્રીસ્પી, પોચા, સ્વાદિષ્ટ લાગે છે, તેને મસાલા ડુંગળી, તળેલા મરચા, ટોમેટો કેચઅપ, કોથમીર ની ચટણી સાથે સર્વ કરો, આ અલગ પ્રકારના ગોટા ચોક્કસ ટ્રાય કરજો, તેમાં કોઈ ભાજી ની જરૂર પડતી નથી, છતાં પકોડા નો આનંદ માણી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes