મસાલા ઢોસા

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. ઢોસા નું ખીરું
  2. 2 નંગબાફેલા બટાકા
  3. 2 નંગડુંગળી
  4. 1 નંગટમેટું
  5. 2 નંગલીલાં મરચાં
  6. 1કટકો આદુ
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીજીરૂ
  9. 5-6મીઠા લીમડાના પાન
  10. સ્વાદ મુજબ મીઠું
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1/2 ચમચી હળદર
  13. 1/4 ચમચી હિંગ
  14. 2 ચમચીલાલ મરચાનો પાઉડર
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીખાંડ
  17. થોડાકોથમીર
  18. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શાક સમારી લેવા. ખીરા માં મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. એક લોયા માં તેલ લઇ વઘાર ની સામગ્રી ઉમેરી ડુંગળી, મરચા, આદુ સાંતળવા. ત્યાર બાદ બટાકા ઉમેરી ડ્રાય મસાલા ઉમેરવા.

  2. 2

    સતત હલાવતા રહેવું. 8 થી 10 મિનિટ થતાં શાક તૈયાર થશે ઉપર થી કોથમીર ઉમેરી ઠંડુ થવા રાખી દેવું. હવે ગેસ પર નોનસ્ટિક તવો ગરમ થવા મૂકવો અને ખીરું એકદમ હલાવી લેવું. તવો ગરમ થાય એટલે તેના પર પાણી છાંટી સ્વચ્છ કાપડ વડે તવો કોરો કરવો. ત્યારબાદ 1/2કાપેલી ડુંગળી તવા પર લગાવી ખીરું ગોળ દિશા માં પાથરવું.

  3. 3

    ત્યારબાદ તેલ લગાવી વચ્ચે 2 ચમચી શાક ગોઠવી નીચેની તરફ બ્રાઉન થાય એટલે જાતે જ ઢોસો તવો છોડી દેશે પછી બંને તરફથી ઢોસો વચ્ચેની તરફ વાળી ઉતારી લેવો. તૈયાર છે મસાલા ઢોસા જેને સંભાર, ચટણી સાથે ગરમાગરમ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Delicious
All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes